Megaquake warning in Japan: જાપાનમાં મેગા ભૂકંપની શક્યતા, વિશાળ વિનાશની ચેતવણી
Megaquake warning in Japan: જાપાન ફરી એક વખત મહાવિનાશક ભૂકંપની શક્યતા સામે છે. સરકારી એજન્સીના અહેવાલ મુજબ, આગામી સમયમાં 9 ની તીવ્રતાનો મેગા ભૂકંપ આવી શકે છે, જેનાથી સુનામી સર્જાશે અને અનેક દેશોમાં વિનાશ ફેલાઈ શકે છે. આ ભૂકંપ એક જ ઝટકામાં લગભગ ત્રણ લાખથી વધુ લોકોના મોતનું કારણ બની શકે છે.
જાપાનના પેસિફિક કિનારે આવનાર આ ભયંકર ભૂકંપને કારણે હજારો ઇમારતો ધરાશાયી થઈ શકે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે અગાઉ 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવી ચૂક્યો છે, જે સંકેત આપે છે કે ભવિષ્યમાં વધુ તીવ્ર ભૂકંપ આવી શકે છે. જો આવું થાય, તો જાપાનના અર્થતંત્રને કરોડો ડોલરનું નુકસાન સહન કરવું પડશે.
અહેવાલ અનુસાર, જો ભૂકંપ શિયાળાની મોડી રાત્રે આવે, તો 13 લાખ લોકો બેઘર થઈ શકે છે. જાપાનની કુલ વસ્તીના 10% લોકોને સ્થળાંતર કરવું પડશે. ભૂકંપ અને સુનામીના કારણે જાપાનમાં ભયંકર નુકસાન થવાની સંભાવના છે.
આ પરિસ્થિતિ ટેક્ટોનિક પ્લેટ્સની ગતિને કારણે સર્જાય છે. દક્ષિણપશ્ચિમ જાપાન પાસે ફિલિપાઇન સી પ્લેટ, યુરેશિયન પ્લેટની નીચે ધસી રહી છે, જે ટેકટોનિક તણાવ ઉમેરી રહ્યું છે. 2011માં આવેલા 9 તીવ્રતાના ભૂકંપે જાપાનને હચમચાવી દીધું હતું, જેમાં 15,000 લોકોના જીવ ગયા હતા.
હાલ, આવી સ્થિતિનો સામનો કરવા માટે જાપાન સરકાર તૈયારીઓ કરી રહી છે.