Million Dollar Stone: દરવાજો બંધ કરવા ઉપયોગ કરાતો પથ્થર કરોડો રૂપિયાનો નીકળ્યો
Million Dollar Stone: આપણે ઘણીવાર સામાન્ય વસ્તુઓને અવગણીએ છીએ, પણ ક્યારેક એ જ અમૂલ્ય ખજાનો સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના રોમાનિયાની એક મહિલા સાથે બની. વર્ષોથી, તે પોતાના દરવાજો બંધ કરવા માટે જે પથ્થરનો ઉપયોગ કરતી હતી, તે ખરેખર લાખો વર્ષ જૂનો દુર્લભ એમ્બર (ગમ પથ્થર) નીકળ્યો. તેની કિંમત આશરે 9.1 કરોડ રૂપિયા ($1.1 મિલિયન) છે.
મહિલાએ નદીના કિનારેથી પથ્થર ઉપાડ્યો હતો અને તેને સામાન્ય પથ્થર માનીને પોતાના દરવાજા માટે વાપરવા લાગી. 1991માં તેણીના અવસાન પછી, એક સંબંધીએ પથ્થર જોયો અને તેની ચમક અને વજનને કારણે શંકા ઉઠી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે 38.5 થી 70 મિલિયન વર્ષ જૂનો છે. આ દુર્લભ પથ્થર એતલો કિંમતી છે કે રોમાનિયન સરકાર તેને સંગ્રહાલયમાં રાખ્યો છે.
કેમ બચી ગયો પથ્થર?
નવાઈની વાત એ છે કે એક વખત મહિલાના ઘરમાં ચોરી થઈ હતી, પણ ચોરોએ પથ્થરને સામાન્ય પથ્થર સમજી ઉઠાવ્યો નહોતો! પાછળથી, તેની સાચી કિંમત જાણી, પરિવારે રોમાનિયન સરકારને વેચી દીધો.
એમ્બર શું છે?
એમ્બર એ ઝાડમાંથી નીકળતા રેઝિનનો સખત થયેલો પથ્થર છે, જેનો ઉપયોગ ઘરેણાં અને શણગાર માટે થાય છે. રોમાનિયાના કોલસી ગામમાં આવા દુર્લભ પથ્થરો મળતા હોય છે.
આ ઘટના સાબિત કરે છે કે ક્યારેક સામાન્ય લાગતી વસ્તુઓની વાસ્તવિક કિંમત અપાર હોય છે!