Molly Manning career change : મહિલા શિક્ષિકાએ સ્કૂલની નોકરી છોડી અને બનાવ્યા ગંદા વીડિયો, હવે પૈસાનો વરસાદ
Molly Manning career change : લોકો રોજિંદા જીવનમાં પૈસા કમાવ માટે દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ આજકાલ કેટલાક લોકો જોખમી રીતે પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે, અમે એક એવી મહિલાની વાર્તા શેર કરી રહ્યા છીએ, જેમણે એક સફળ શિક્ષિકા તરીકેની નોકરી છોડી અને ગંદા વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું. આ મહિલાનું નામ મોલી મેનિંગ છે, જે 49 વર્ષની છે અને લોસ એન્જલસ, અમેરિકા માં રહે છે. મોલીને એક પુત્ર છે.
મોલી દાવો કરે છે કે, તેની જીંદગી હવે વધુ સ્વતંત્ર અને સુખદ બની છે. સ્કૂલની નોકરીમાં તે બહુ કમાણી ન કરતી હતી, પરંતુ હવે આ નવા માર્ગ પર, તે દર મહિને 17 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી રહી છે. મોલી કહે છે કે હવે તે પોતાના સમયે અને પરિવાર સાથે રહીને કામ કરી શકે છે, જ્યારે 9 થી 5ની નોકરીમાં તે પરિવાર અને કારકિર્દી વચ્ચે સંતુલન રાખવા માટે સંઘર્ષ કરતી હતી.
મોલીનો આ નિર્ણય કોરોના મહામારી બાદ થયો. તેણીનું કહેવું છે કે તે સમયે નોકરી શોધી, પણ મળી નહીં.અને એ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ 2022ના ડિસેમ્બરમાં, તેઓએ પોતાનું “ઓનલીફેન્સ” એકાઉન્ટ બનાવવાનું નક્કી કર્યું, કારણ કે આ રીતે તેણે ઘરમાંથી કામ કરી શકે.
મોલી જણાવે છે કે, “હવે હું ઘરે રહીને મારા દીકરાની સારી સંભાળ લઈ શકું છું.” તેણી એ પણ માને છે કે, “મેં ગરીબીનો સામનો કરવાથી મારી જાતને સશક્ત બનાવ્યું છે, અને હવે હું મારા પૈસા પર નિયંત્રણ રાખું છું, કોઈપણ પર નિર્ભર નથી.”
આ છે મોલી મેનિંગની વાર્તા, જેમણે પોતાના જીવનમાં ક્રાંતિ લાવી અને નવી કામગીરી શરૂ કરી, જે તેના માટે વધુ આરામદાયક અને સફળ બની.