Monster Under the Bed: પલંગ નીચેનો ‘રાક્ષસ’ – બાળકે જણાવ્યું અને સાચું સાબિત થયું!
Monster Under the Bed: આમ તો બાળકો જ્યારે પલંગ નીચે રાક્ષસ હોવાનો દાવો કરે, ત્યારે મોટા ભાગે વાલીઓ તેને કલ્પના માનીને અવગણ કરે છે. પરંતુ કેન્સાસ, અમેરિકામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળી તમે પણ વિચારમાં પડી જશો. અહીં એક બાળકનો ડર માત્ર કલ્પના નહોતો – પરંતુ હકીકત હતો!
ગ્રેટ બેન્ડ શહેરમાં રહેતું નાનું બાળક પોતાની આયા સાથે ઘરમાં હતું. બાળક વારંવાર કહ્યાં કરતું કે તેના પલંગ નીચે કોઈ રાક્ષસ છે. શરૂઆતમાં આયાએ વિચાર્યું કે એ સામાન્ય બાળસ છે. પણ જ્યારે બાળક સતત એ જ વાત કેહતું રહ્યું, ત્યારે તેણે પણ એકવાર પલંગ નીચે ઝાંખી લીધું. ત્યાં જે દ્રશ્ય હતું, તે રૂંવાડા ઊભા કરી દે એવું હતું – ખરેખર એક અજાણ્યો માણસ પલંગ નીચે છૂપાયેલો હતો!
આ વાત જાણીને પણ આયાએ હિંમત નહીં હારતાં, શાંતિથી બાળકને દૂર લઈ ગઈ અને પછી તે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. વાતચીત દરમિયાન ઝઘડો થયો અને બાળકને પણ ધક્કો લાગ્યો. અંતે, તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો, પણ પોલીસે તરત જ પકડી લીધો.
પોલીસ તપાસમાં ખબર પડી કે આ વ્યક્તિનું નામ માર્ટિન વિલાલોબોસ છે, જે ઘરમાં રહેતો હતો. હાલ તેના પર ઘરમાં ઘૂસણખોરીનો આરોપ મૂકીને 4 કરોડ રૂપિયાનો દંડ અને જેલની સજા ફટકારવામાં આવી છે.
આ ઘટના સાબિત કરે છે કે બાળકોની વાત ક્યારેક માત્ર કલ્પના નથી હોતી. તેમના ડરને અવગણ્યા વિના, સમજદારીપૂર્વક ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.