Mother risks life for daughter dream: એક તરફ માતાએ દીકરીની ખુશી છીનવી લીધી, તો બીજી તરફ એક માતાએ દીકરીના સપનાને સાચું સાબિત કરવા પોતાની જ જીંદગી જોખમમાં મૂકી!
Mother risks life for daughter dream: અલીગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધ ઊભો થયો હતો. આ કિસ્સામાં રોજ નવા વળાંકો જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નના થોડા સમય પહેલા જ તેની માતા પોતાના જમાઈ સાથે ભાગી ગઈ. આ ઘટનાએ સમગ્ર સમાજમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. આખરે, આ સંબંધને લઈને માતા અને જમાઈએ ખુલ્લેઆમ કબૂલાત કરી છે. દીકરી માનસિક રીતે તૂટી ગઈ છે અને પિતા તથા પુત્રીએ માતા સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે.
જ્યારે અલીગઢની આ ઘટના સંબંધો પર કલંક સમાન બની રહી છે, ત્યારે અમેરિકા પરથી આવી એક ઘટના સામે આવી છે, જે લાગણીઓ અને ત્યાગનું એક અલૌકિક ઉદાહરણ બની રહી છે.
અમેરિકામાં રહેતી ક્રિસ્ટી શ્મિટે પોતાની પુત્રી હેઈડી માટે 52 વર્ષની ઉંમરે સરોગેટ માતા બનવાનું નક્કી કર્યું. હેઈડીના લગ્ન 2015માં થયા હતા, પરંતુ ઘણા પ્રયત્નો છતાં તે માતૃત્વના આનંદથી વંચિત રહી. IVF દ્વારા પણ સફળતા મળી નહોતી. ત્યારબાદ, ક્રિસ્ટીએ પોતાની પુત્રીના સપનાને સાકાર કરવા માટે પોતાની સાથે જમાઈના એમ્બ્રિયોનું ઇમ્પ્લાન્ટેશન કરાવ્યું અને માતૃત્વનું જોખમ ઉઠાવ્યું.
ક્રિસ્ટી દ્વારા હેઈડી માટે લેવામાં આવેલા આ નિર્ણયથી અમૂલ્ય પ્રેમ અને ત્યાગની મહેક આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન હેઈડીએ પોતાની માતાની સંપૂર્ણ જવાબદારી લીધી. ડોક્ટરોની સલાહ અને નિયમિત તપાસના આધારે ક્રિસ્ટીએ સફળતાપૂર્વક બાળકને જન્મ આપ્યો.
આ ઘટનામાં બે તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિઓ છે – એક માં છે વ્યક્તિગત ઇચ્છાઓ માટે સંબંધોની અવગણના, તો બીજી તરફ છે માતા દ્વારા સંતાન માટે કરાયેલો ત્યાગ. અહીંથી આપણા માટે એ શીખવા જેવું છે કે સાચો સંબંધ એ છે જ્યાં પરસ્પર સન્માન અને બલિદાન હોય.