Neutron Bomb Ban & Key Events: 7 એપ્રિલ, ન્યુટ્રોન બોમ્બ પર પ્રતિબંધ અને ઇતિહાસની મહત્વની ઘટનાઓ
Neutron Bomb Ban & Key Events: 7 એપ્રિલ ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ સાથે જોડાયેલો દિવસ છે, જેને વિશ્વ માટે એક વળાંકરૂપદાયક માઇલસ્ટોન કહેવાય. આવા જ એક મહત્વના નિર્ણયમાં, 1978ના રોજ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ન્યુટ્રોન બોમ્બ બનાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે, 1990માં આ શસ્ત્રકાર્યક્રમ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો.
ન્યુટ્રોન બોમ્બ એક પ્રકારનું પરમાણુ હથિયાર છે, પણ તેની વિશેષતા એ છે કે તે વિસ્ફોટક શક્તિમાં ઓછી અસર કરે છે અને ઊંચા માત્રામાં ન્યુટ્રોન કિરણોત્સર્ગ કરતો હોય છે. આ બોમ્બથી લોકો તત્કાળ અસરગ્રસ્ત થાય છે જ્યારે ઇમારતો લગભગ અખંડિત રહે છે. આટલી ખતરનાક વિશેષતા છતાં પણ આ બોમ્બ ક્યારેય વ્યાપક રીતે ઉપયોગમાં લેવાયો નહોતો, કારણ કે એનો ઉપયોગ માત્ર ખાસ યુદ્ધપરિસ્થિતિઓમાં જ સંભવ હતો.
1950ના દાયકામાં અમેરિકન વૈજ્ઞાનિક સેમ્યુઅલ કોહેન દ્વારા આ બોમ્બની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી. જોકે, તેની મર્યાદિત અસર, ઊંચી કિંમત અને દુર્લભ ઇસોટોપ્સની જરૂરિયાતને કારણે આ બોમ્બ સફળ ન થઈ શક્યો. તેમાં ઉમેરો એ કે યુરોપિયન દેશોએ પણ તેનો વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત, 7 એપ્રિલના દિવસે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની સ્થાપના (1948) થઇ હતી, જે આરોગ્યસેવાની દિશામાં વિશ્વવ્યાપી પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.
વિન્સ્ટન ચર્ચિલે ૧૯૫૫માં બ્રિટનના વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું.