અજબ-ગજબ ડેસ્કઃ દેશ અને દુનિયામાં એવી ઘટનાઓ બનતી હોય છે. જેના વિશે જાણીને આપણે વિશ્વાક કરવો મુશ્કેલ બની જતો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ નવ મહિના ગર્ભવતી રહ્યા બાદ બાળકને જન્મ આપતી હોય છે. પંરુત નાઈજીરીયામાં એક મહિલાએ નવ મહિલા, એક વર્ષ નહીં પરંતુ ત્રણ વર્ષ સુધી ગર્ભવતી રહી હતી. એટલું જ નહીં મહિલાની ડિલિવરી થઈ તો ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. મહિલાએ કોઈ બાળકને નહીં પરંતુ બકરીને જન્મ આપ્યો હતો.
નાઇજીરીયામાં આ પ્રકારની પહેલી ઘટના નથી. આ પહેલા પણ મહિલાઓના ગર્ભાવસ્થાને લઈને અનેક પ્રકારના આઘાતજનક સમાચાર બહાર આવ્યાં છે. સોશિયલ મીડિયા પર, સાઈમન ચૂકબુ નામના એક વ્યક્તિએ મહિલા દ્વારા બકરો પેદા કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
પોતાની પોસ્ટમાં, તેણે કેટલાક ફોટા શેર કર્યા અને લખ્યું કે, આ મહિલા છેલ્લા ત્રણ વર્ષથી ગર્ભવતી હતી. મહિલાએ તાજેતરમાં બકરીને જન્મ આપ્યો છે. આ ઘટના વિશે જાણીને બધા ચોંકી ગયા. નાઇજિરીયામાં જેણે પણ આ સમાચાર વાંચ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો તે જગ્યાએ જઈને બકરાને જોવા જઈ રહ્યા છે. આ અગાઉ 2012માં, એક નાઇજીરીયાની મહિલાએ ઘોડા જેવા બાળકને જન્મ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં આશ્ચર્યોની ક્યાંય ખોટ નથી. અને જ્યારે વાત સમુદ્રની કે નદીની થતી હોય તો એનો અંદાજો લગાવી શકાય છે કે ઘેરા પાણીમાં આખરે શું છે. અનેકવાર પાણીમાંથી મળેલી અનેક ચીજો ઘણી હેરાન કરનારી છે. આવો જ એક મામલો ઈન્ડોનેશિયાના દરિયાકાંઠે સામે આવ્યો છે. અહીં એક માછીમાર ને શાર્કનું એક દુર્લભ ચહેરાવાળું બચ્ચું મળ્યું છે. મૂળે, તેને અહીં દુર્લભ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાર્કનો ચહેરો મનુષ્યથી ઘણો મળતો આવે છે.