One Cup of Tea Costs $52 Million: એક કપ ચા કેલિફોર્નિયાના વ્યક્તિ માટે બની દુઃસ્વપ્ન, સ્ટારબક્સ પર 433 કરોડ રૂપિયાનું વળતર ફટકારાયું!
One Cup of Tea Costs $52 Million: દુનિયાભરમાં ચાના શોખીનોની કોઈ કમી નથી. ભારતમાં સામાન્ય રીતે 10 થી 100 રૂપિયાની ચા મળે છે, પરંતુ વિદેશમાં કેટલીકવાર ચાની કિંમત ખૂબ જ ઊંચી હોઈ શકે છે. તમે ક્યારેય કલ્પના કરી છે કે માત્ર એક કપ ચાને કારણે કોઈને 433 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે?
આ અજીબ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં બની હતી, જ્યાં લોકપ્રિય કોફી અને ચાની ચેઇન સ્ટારબક્સ પર આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો.
8 ફેબ્રુઆરી, 2020ના રોજ, લોસ એન્જલસમાં એક ડિલિવરી ડ્રાઈવર માઈકલ ગાર્સિયા, સ્ટારબક્સના ડ્રાઈવ-થ્રૂમાંથી ત્રણ ‘મેડિસિન બોલ’ ચા લેવા ગયા. તેમને કાર્ડબોર્ડ કેરિયરમાં ચા આપવામાં આવી, પરંતુ ચાનો કપ તેમને આપતા જ તે પલટી ગયો અને ગરમ ચા તેમના ખોળામાં છલકાઈ ગઈ. ચાની તીવ્ર ગરમીથી તેમના શરીરના ઘણા ભાગો, ખાસ કરીને સંવેદનશીલ અંગો બળી ગયા.
આ ઘટનાને કારણે ગાર્સિયાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. તેમના વકીલોના જણાવ્યા પ્રમાણે, તેમને અનેક ત્વચા પ્રત્યારોપણ સર્જરીઓ કરાવવી પડી, અને તેમને કાયમી ઈજાઓ પહોંચી.
તેમના દાવો છે કે સ્ટારબક્સના કર્મચારીઓએ ચાનો કપ યોગ્ય રીતે પેક કર્યો નહોતો, જેના કારણે આ દુર્ઘટના બની. કોર્ટમાં ચાલેલા કેસ બાદ, સ્ટારબક્સને 433 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા ફરમાવાયું.
હાલમાં, સ્ટારબક્સે આ નિર્ણય સામે અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ વળતર યથાવત રાખશે કે નહીં.