Prison Guard to OnlyFans Millionaire: જેલમાં કામ કરતી મહિલા અધિકારી હવે OnlyFans પર કમાઈ રહી છે કરોડો
Prison Guard to OnlyFans Millionaire: જેલમાં કામ કરવું એ હંમેશા સહેલું કામ નથી હોતું, ખાસ કરીને જ્યારે મહિલા અધિકારી પોતાના આકર્ષક દેખાવને કારણે સતત ધ્યાનનું કેન્દ્ર બને ત્યારે. ઓસ્ટ્રેલિયાની ગોલ્ડ કોસ્ટમાં રહેતી 32 વર્ષની એલિસિયા ડેવિસનો(Alicia Davis) અનુભવ પણ કંઇક આવો જ રહ્યો. પહેલા તે જેલમાં અધિકારી તરીકે કામ કરતી હતી, પરંતુ હવે OnlyFans જેવી પ્લેટફોર્મ પર પોતાનો નવો માર્ગ પસંદ કર્યો છે – અને તે પણ ખૂબ સફળતાપૂર્વક.
એલિસિયાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે જેલમાં કામ કરતી હતી ત્યારે ઘણીવાર કેદીઓ તેના રૂપથી મોહી જાય અને હલચલ મચાવતા. એલિસિયા કહે છે કે કેદીઓ માત્ર પ્રશંસા કરતાં નહીં, પરંતુ વારંવાર ભેટ આપવાનો પણ પ્રયાસ કરતા. તેની હાજરી કેદીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ માટે પણ ઇર્ષ્યાનું કારણ બનતી. કેટલીક વખત તો મહિલા મુલાકાતીઓ તેને ગુસ્સાથી જોયા કરતી અથવા ઉગ્ર વર્તન પણ દાખવતી.
જેલમાં ફરજ દરમિયાન તેને મેકઅપ, નખ રંગવું કે જ્વેલરી પહેરવા પર પ્રતિબંધ હતો. “મને મારા દેખાવને લાજવાબ આપવાનો અવકાશ નહોતો,” તે કહે છે, “છતાં કેદીઓનો આશય સતત મારા તરફ રહેતો.” તેમની સાથે વ્યક્તિગત વાતચીત કરવી કે કોઈ ભેટ સ્વીકારવી એનો તેઓએ ક્યારેય વિચાર પણ ન કર્યો.
એલિસિયા કહે છે કે જેલના દૈનિક દબાણો અને કડક નિયમોથી તણાઈ ગઈ હતી. કેદીઓનું અનિચ્છનીય ધ્યાન અને બહારના લોકોના ઝગડા વચ્ચે, ફેબ્રુઆરી 2022માં તેણે નોકરી છોડી. હવે તે OnlyFans પર પોતાની ઈચ્છાથી ફોટો અને વીડિયો શેર કરતી થઈ છે અને પહેલા કરતાં ઘણું વધારે કમાઈ રહી છે – અત્યારે તેની વાર્ષિક આવક આશરે 3 કરોડ રૂપિયાથી વધુ છે.
એલિસિયા કહે છે કે આ પગલાથી તેને માત્ર નાણાકીય સ્વતંત્રતા મળી નથી, પણ આત્મવિશ્વાસ અને શાંતિ પણ મળી છે. “હવે હું મારી બોસ છું,” તે કહે છે, “હું મારા નિયમો બનાવી શકું છું અને મારી રીતે જીવી શકું છું.”