Prison-Like Office: જેલ જેવી ઓફિસ, ચીનની એક કંપનીના વિચિત્ર નિયમો
Prison-Like Office: દરેક વ્યક્તિ સારી નોકરી અને વધુ કમાણી કરવાની ઈચ્છા રાખે છે. કોઈ પણ સંસ્થામાં જોડાતા પહેલા, તેની નીતિઓ અને નિયમો સમજવી મહત્વપૂર્ણ છે. કામકાજમાં શિસ્ત જરૂરી છે, પણ જો નિયમો જેલ જેવા બની જાય, તો નોકરી કરવી મુશ્કેલ થઈ જાય.
ચીનમાં અનહુઇ પ્રાંતની એક ડેન્ટલ કેર પ્રોડક્ટ્સ કંપનીનું એવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે, જેની નીતિઓને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. 2016માં સ્થપાયેલી સુપર ડીયર નામની આ કંપની ડેન્ટલ ફ્લોસ માર્કેટમાં 75% હિસ્સો ધરાવે છે, પણ હાલમાં તેની કડક નીતિઓને કારણે તે વિવાદમાં છે.
અહેવાલો મુજબ, કંપનીના કર્મચારીઓને ઓફિસમાં ફોન ઉપયોગ કરવાની મંજૂરી નથી. લંચ બ્રેકમાં પણ તેઓ બહાર જઈ શકતા નથી અને તેમને ફરજિયાત તેમના ડેસ્ક પર જ ભોજન લેવું પડે છે. જો કોઈએ નિયમો તોડ્યા, તો તેને ઓફિસ સાફ કરવાની સજા આપવામાં આવે છે. એવી પણ માહિતી મળી છે કે જો કોઈ કર્મચારી ખુરશી યોગ્ય રીતે ન મૂકે, તો તેના ટોયલેટ બ્રેક ઓછા કરી દેવામાં આવે છે.
કંપનીના સ્ટાફની ભરતી અને છૂટા કરવાની નીતિઓ પણ વિચિત્ર છે. હાલ શ્રમ સુરક્ષા વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે, જ્યારે કંપની તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આવી નથી.