Rangpanchmi 2025: મધ્યપ્રદેશના આ ગામમાં રંગ પંચમી પર પુરુષોને મારવાની પરંપરા, જાણો તેના પાછળનો પ્રાચીન ઇતિહાસ
Rangpanchmi 2025: તહેવારોમાં લોકો સામાન્ય રીતે એકબીજાને શુભેચ્છા પાઠવે છે, ગળે મળે છે, અને આનંદ ઉજવે છે. પણ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના ધુલકોટ ગામમાં રંગ પંચમીની ઉજવણી એક અનોખી પરંપરાથી થાય છે. અહીં મહિલાઓ પુરુષોને લાકડીઓથી માર મારી રંગોત્સવ મનાવે છે.
આ પરંપરા આશરે 500 વર્ષ જૂની છે. તહેવારના દિવસે ગામમાં લાકડાની ગાડી લઈ જવામાં આવે છે, અને પુરુષો તેના પર કાપડ ચઢાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન મહિલાઓ તેમને રોકવા માટે લાકડીઓથી માર મારવાનું શરૂ કરે છે. આ પરંપરાનો એક અનોખો ઉત્સાહ જોવા મળે છે, જ્યાં પુરુષો અને સ્ત્રીઓ એક સાથે તહેવારની મજા માણે છે.
આ પ્રસંગે ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ ઉત્સાહભેર ભાગ લે છે. લોકો રંગોથી રેડાય જાય છે, આનંદથી ઝૂમે છે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. આ પરંપરાને લઈ હવે વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જો કે, આ બધું આનંદ અને પરંપરાનું પ્રતિક છે, જ્યાં કોઈ પણ આ ઘટનાને ખરાબ ન માને અને સૌ મોજ માણે.