Schoolgirl Ghost Demands Justice: શાળામાં વિદ્યાર્થીનીના ભૂતની ચર્ચા, ન્યાય માટે ઉઠ્યા પ્રશ્નો
Schoolgirl Ghost Demands Justice: બિહારની એક અસાધારણ ઘટના ફરી ચર્ચામાં આવી છે. એક છોકરી, જેની મોતને આત્મહત્યા ગણવામાં આવી હતી, તેના ન્યાય માટે ભૂત બની ગામલોકો પાસેથી ન્યાય માંગતી હોવાની ચર્ચા છે. આ કારણે શાળામાં ભણતા બાળકોની સંખ્યા પણ ઘટી છે.
ગામના રામ સ્વરૂપ સિંહે જણાવ્યું કે ભૂત ન્યાય માગી રહ્યુ છે. તપાસમાં બહાર આવ્યું કે છોકરીના પરિવારને હજુ ન્યાય નથી મળ્યો. જ્યારે રાત્રે 11 વાગ્યે પત્રકારોની ટીમ શાળાએ પહોંચી, ત્યારે તેમને કોઈ અસાધારણ ઘટના જોવા મળી નહોતી.
ગામલોકો માને છે કે ભૂત 16 વર્ષની કરીના કુમારી છે, જે આ શાળામાં 8માં ધોરણમાં ભણતી હતી. તેની મોતને પોલીસ અને શાળાએ આત્મહત્યા કહી હતી, પણ એક ખાસ મુદ્દે પ્રશ્ન ઉભા થયા.
કરીનાની રૂમમાં બ્લેકબોર્ડ પર અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખેલી હતી. તે સમયે મોટો પ્રશ્ન એ હતો કે, જ્યારે કરીનાને અંગ્રેજી સારી રીતે આવડતી ન હતી, તો એ નોટ કોણે લખી?
આ કેસમાં મુખ્ય શિક્ષક સહિત 6 શિક્ષકો અને એક શાળાના ગાર્ડ વિરુદ્ધ FIR દાખલ થઈ છે. કરીનાની માતાએ આ મામલામાં બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો છે. કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધાયો છે, અને પોલીસ તેની તપાસ કરી રહી છે.