Skydiver Who Defeated Death: 14,000 ફૂટ પરથી પડી છતાં જીવિત! સ્કાયડાઇવિંગ દરમિયાન બચેલી બહાદુર યુવતીની અદ્ભુત વાર્તા
Skydiver Who Defeated Death: કહેવાય છે કે, ‘જેનું ભગવાન રક્ષણ કરે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી’. આ કહેવત ઓસ્ટ્રેલિયન સ્કાયડાઇવર એમ્મા કેરી માટે સંપૂર્ણ રીતે સાચી ઠરે. સ્કાયડાઇવિંગ દરમિયાન તેમનો પેરાશૂટ ખૂલી શક્યો નહીં, છતાં 14,000 ફૂટની ઊંચાઈ પરથી પડીને પણ તેમણે જીવ બચાવ્યો.
આ ઘટના 2013ની છે, જ્યારે એમ્મા સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓ માણી રહી હતી. તેમની સાથીદાર જેમ્મા મુર્ડોક સાથે, એમ્માએ અચાનક સ્કાયડાઇવિંગ કરવાનો નિર્ણય કર્યો. હેલિકોપ્ટર ઉંચાઈએ પહોંચ્યું અને એમ્મા કૂદી પડી. 10 સેકન્ડના ફ્રી ફોલ પછી, તેમણે પેરાશૂટ ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તે તેમના પગમાં ફસાઈ ગયો. થોડી ક્ષણો માટે એમ્માને લાગ્યું કે તે મરી ગઈ, પણ પડ્યા પછી અસહ્ય પીડાએ તેને જીવંત હોવાનો અહેસાસ કરાવ્યો.
That’s insane..
Can’t believe it
Survive 14,000 ft fall??????— Dedoyin.Crypt(✸,✸) (Ø,G) (@rheelz1) November 29, 2023
તેજ ઝડપે જમીન પર પડવાને કારણે એમ્માની કરોડરજ્જુ બે જગ્યાએ તૂટી ગઈ. લોહીથી લથપથ એમ્માને જોઈને તેમની મિત્ર જેમ્મા હેરાન થઈ ગઈ, પણ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી. હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરવામાં આવી, પરંતુ ડોક્ટરોને આશા નહોતી કે એમ્મા ફરી ક્યારેય ચાલી શકશે.
એમ્મા ઓસ્ટ્રેલિયા પરત ફરી અને લાંબી સારવાર પછી ધીમે ધીમે ફરી ચાલવા લાગી. હજી પણ તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકી નથી, પરંતુ તેમનું જીવન તેમના માટે સૌથી મોટો આશીર્વાદ છે. આજે, એમ્મા પોતાની અદ્દભુત બચાવની વાર્તા વિશ્વ સાથે શેર કરે છે અને પ્રેરણાનું સ્ત્રોત બની છે. તેમના સાહસ અને ધીરજથી સાબિત થાય છે કે મજબૂત ઇચ્છાશક્તિ હોય તો મૃત્યુને પણ હરાવી શકાય.