68
/ 100
SEO સ્કોર
Smallest international bridge: વિશ્વનો સૌથી નાનો આંતરરાષ્ટ્રીય પુલ, 19 ફૂટ લંબાઈ, દાણચોરો દ્વારા બે દેશો વચ્ચે બનાવેલો
Smallest international bridge: શહેરોમાં પુલના નિર્માણમાં બહુ સમય અને મહેનત લાગે છે, પરંતુ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે આવેલો દુનિયાના સૌથી નાનો પુલ એ એક અનોખી વાત છે. આ પુલ, જેને “માર્કો ઈન્ટરનેશનલ બ્રિજ” કહેવામાં આવે છે, પોર્ટુગલના માર્કો ગામ અને સ્પેનના એલ માર્કો ગામને જોડે છે. આ પુલ ફક્ત 19 ફૂટ (6 મીટર) લાંબો અને 4.7 ફૂટ (1.45 મીટર) પહોળો છે, જે એટલો નાનો છે કે ફક્ત રાહદારીઓ અથવા ટુ-વ્હીલર જ ત્યાંથી પસાર થઈ શકે છે.