Snakes Found in AC: એસી ચાલુ કરતાં જ બહાર આવ્યા પાંચ સાપ, પરિવાર હચમચી ગયો
Snakes Found in AC: ઉનાળાની શરૂઆત સાથે જ લોકો ઘરોમાં એસી સાફ કરતા હોય છે, પણ બંગાળના એક પરિવાર માટે આ કાર્ય આશ્ચર્યજનક સાબિત થયું. ઉત્તર 24 પરગણાના ગૈઘાટા વિસ્તારમાં સુભ્રતા દાસના ઘરમાં એવી ઘટના બની કે જેનાથી આખો પરિવાર ગભરાઈ ગયો.
સુભ્રતા દાસ અને તેના પરિવારજનો ઉનાળાની શરૂઆત પછી પહેલી વાર એસી ચાલુ કરી રહ્યા હતા. એસી ચાલુ કરતાં જ એક અજીબ અવાજ આવવા લાગ્યો અને ઓરડો ઠંડો નહીં થઈ રહ્યો. તેઓએ આઉટડોર યુનિટ તપાસ્યું ત્યારે તેમની આંખો ફાટી ગઈ. એસીના અંદરથી સાપની પૂંછડી દેખાઈ!
આ દૃશ્ય જોઈને પરિવાર ભયભીત થઈ ગયો. તાત્કાલિક સાપ બચાવ સંસ્થાને જાણ કરવામાં આવી. બચાવ ટીમ આવી અને એસીમાંથી એક નહીં, બે સાપ કાઢ્યા. અચરજની વાત એ હતી કે બીજા દિવસે એસીમાંથી વધુ ત્રણ સાપ બહાર આવ્યા, જેનાથી પરિવારમાં હલચલ મચી ગઈ.
સદનસીબે, બચાવકર્તાઓએ જણાવ્યું કે આ સાપ ઝેરી નહોતાં. સામાન્ય રીતે, આવા સાપ ઘરમાં રહેલી ગરોળી અને નાના જંતુઓ શોધવા માટે આવી જાય છે. જોકે, આ ઘટના પછી સુભ્રતા દાસના પરિવારને રાત્રે ઊંઘ આવતી નથી. તેમનું માનવું છે કે એસીની અંદર હજુ વધુ સાપ છુપાયેલા હોઈ શકે.