Snowfall On Mountains: પર્વતોમાં બરફવર્ષા ન થવા પર મેદાનો પર શું અસર પડે?
Snowfall On Mountains: ભારતમાં વર્ષભર વિવિધ ઋતુઓનો અનુભવ થતો હોય છે જેમ કે ઉનાળો, શિયાળો, પાનખર અને વરસાદ. દરેક ઋતુનું આગવું મહત્વ છે અને તેનાં સમયસર આગમનથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે. ખાસ કરીને શિયાળામાં પર્વતીય વિસ્તારોમાં થતી હિમવર્ષા માત્ર પ્રકૃતિસૌંદર્ય પૂરતું મહત્વ નથી રાખતી, પણ તે મેદાની વિસ્તારો માટે પણ જીવનદાયિ સાબિત થાય છે.
જો પર્વતોમાં હિમવર્ષા થવી બંધ થઈ જાય, તો એની સીધી અસર સમગ્ર પૃથ્વી પર પડી શકે છે. બરફ સફેદ હોવાને કારણે તે સૌર ઊર્જાનું પ્રતિબિંબ આપે છે, જ્યારે પર્વતો પર બરફ ન હોય તો પૃથ્વી ચારથી છ ગણી વધુ ઊર્જા શોષી લે છે, જેના કારણે ગરમી વધી શકે છે.
હિમનદીઓ હિમવર્ષાના કારણે જ જીવી શકે છે. જો હિમવર્ષા બંધ થઈ જાય, તો હિમનદીઓના સૂકાઈ જવાની શક્યતા વધી જાય છે, જેના પરિણામે ખેતી અને પીવાના પાણીની તંગી ઊભી થઈ શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ આ સ્થિતિ ખતરનાક બની શકે છે. જો હિમનદીઓ ઝડપથી પીગળવા લાગશે, તો દરિયાનું સ્તર વધી શકે છે અને પૂર આવવાના ખતરા વધી શકે છે.
પર્યાવરણ પ્રણાલીને પણ મોટો ફટકો પડી શકે છે. અનેક પ્રાણીઓનું જીવતંત્ર હિમવર્ષા પર આધારિત છે. એનાં વિના તેઓના જીવન પર સંકટ આવી શકે છે.
હવે જાગૃત થવાની જરૂર છે, કારણ કે હિમવર્ષાની અછત માત્ર પર્વતો માટે નહીં, આખા ધરતી માટે ચિંતા જનક છે.