Strange Last Wishes: મૃત્યુ પહેલાં લોકોની વિચિત્ર ઇચ્છાઓ, ‘મારા મૃતદેહને પેરાશૂટથી સ્મશાન લઈ જવું’.
Strange Last Wishes: ઘણાં લોકોની અંતિમ ઇચ્છાઓ અલગ-અલગ હોય છે. કેટલાક લોકો પોતાનો અંતિમ સંસ્કાર સાદગીથી કરાવવું પસંદ કરે છે, તો કેટલીકવાર કેટલીક વિચિત્ર ઇચ્છાઓ પણ જોવા મળે છે. બ્રિટનમાં આ અંગે એક અનોખો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં લોકોને પોતાના અંતિમ સંસ્કાર અંગેની સૌથી અજીબ ઈચ્છાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. આ સર્વેમાં 100 અંતિમ સંસ્કાર નિર્દેશકો અને 1,500 લોકોનો સમાવેશ થયો હતો, જેમણે ગયા વર્ષે અંતિમ સંસ્કારનું આયોજન કરાવ્યું હતું.
આ સર્વે મુજબ, કેટલાક લોકોએ પોતાનું શરીર પેરાશૂટ દ્વારા કબ્રસ્તાનમાં લઇ જવાનું કહ્યું હતું, જે સૌથી અજીબ ઇચ્છા બની ગઈ. તે સિવાય, 51% લોકોની માંગ હતી કે તેમની રાખને પસંદગીના સ્થળ પર વિખેરવામાં આવે, અને 27% લોકો માંગતા હતા કે તેમની રાખને કળશમાં સાચવવામાં આવે.
કેટલાક લોકોની અંતિમ ઈચ્છાઓ તો થોડી અસામાન્ય પણ હતી, જેમણે ટેટૂ અને ઘરેણાં બનાવવા માટે પોતાની રાખનો ઉપયોગ કરાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો. આ સર્વેમાં એ પણ ખુલ્યું કે 18% લોકો પોતાના નજીકના પરિવારમાંથી કોઈને અંતિમ ઈચ્છાઓ ના જણાવતા.