Sunscreen Saved Humans: 41 હજાર વર્ષ જૂનું સંકટ, જ્યારે સનસ્ક્રીન અને કપડાંએ માનવજાતિને બચાવી
Sunscreen Saved Humans: અત્યારના આધુનિક માનવો, એટલે કે હોમો સેપિયન્સ, એકમાત્ર એવી માનવ પ્રજાતિ છે જે આજે જીવંત છે. પરંતુ, હજારો વર્ષ પહેલાં, પૃથ્વી પર નિએન્ડરથલ્સ અને અન્ય માનવ જેવી પ્રજાતિઓ પણ હાજર હતી. લગભગ 41 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર એક આવિસ્મરણીય વૈજ્ઞાનિક ઘટનાઓ બની, જે માનવજાતિના અસ્તિત્વ માટે ગંભીર ખતરો બની ગઈ.
આ સમયગાળા દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અત્યંત નબળું પડી ગયું હતું. પરિણામે, સૂર્યના હાનિકારક કિરણો પૃથ્વીના વાતાવરણમાં અવરોધ વિના પ્રવેશી શક્યા અને જમીન સુધી પહોંચી શક્યા. આ જ સમયે, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ પણ સ્થાને બદલાઈ રહ્યો હતો – એક એવી ઘટના જેને વૈજ્ઞાનિકો ‘લાશચેમ્પ્સ ઇવિન્ટ’ તરીકે ઓળખે છે. આ દરમિયાન, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આજના મુકાબલે માત્ર 10 ટકા હતું, ખાસ કરીને વિષુવવૃત્ત આસપાસ સૌથી નબળું હતું.
આ પ્રકારની પરિસ્થિતિઓ માનવ જીવન માટે જીવલેણ બની ગઈ હતી. પરંતુ હોમો સેપિયન્સે આવા સંકટમાં બચવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો. યુનિવર્સિટી ઑફ મિશિગનના એન્જિનિયરિંગ અને માનવ વિજ્ઞાન વિભાગના એક સંશોધન અનુસાર, તે સમયના મનુષ્યો “ઓચર” નામના લાલ રંગના ખનિજ પદાર્થનો ઉપયોગ કરતા હતા. આ પદાર્થમાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવા જેવી કુદરતી ક્ષમતા હતી.
ઓચર પાઉડરને શરીર પર લગાડીને, તે સમયના મનુષ્યો આ કિરણોથી બચી શક્યા. આ રીતે તેનો ઉપયોગ આજના સનસ્ક્રીન સમાન થયો હતો. ઉપરાંત, લોકો કપડાં પણ પહેરવા લાગ્યા હતા અને ગુફાઓમાં નિવાસ કરીને સુરક્ષા પ્રાપ્ત કરતા હતા.
હોમો સેપિયન્સના આ અનુભવો અને જાગૃતતા તેમને જીવંત રાખવા માટે જરૂરી પુરાવા બની. જ્યારે નિએન્ડરથલ્સ અને અન્ય પ્રજાતિઓ આવા રક્ષણાત્મક પગલાં ભરવામાં નિષ્ફળ ગઈ અને અંતે અસ્તિત્વમાંથી નાબૂદ થઈ ગઈ.
આ પુરાવાઓના આધારે એવું માનવામાં આવે છે કે મનુષ્યોમાં ટેકનોલોજી અને અનુકૂલનશક્તિની શરૂઆત ઘણી પહેલાં થઈ ગઈ હતી – અને એ પણ એવા સમયે જ્યારે કુદરતમાંથી મોટી પડકારરૂપ ઘટનાઓ ઉભી થઈ હતી.