The Arctic in Danger: આર્કટિકનું ભવિષ્ય જોખમમાં, વૈજ્ઞાનિકોની ચેતવણી
The Arctic in Danger: આપણી પૃથ્વી પર ગરમી સતત વધી રહી છે, અને તાજેતરના એક અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ગરમી આ જ રીતે વધતી રહેશે, તો સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન 4.9°F વધી શકે છે. આર્કટિક સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે, અને તે ફરી ક્યારેય પહેલા જેવું નહીં રહે.
અભ્યાસ અનુસાર, આર્કટિકમાં તાપમાન બાકીના વિશ્વ કરતાં ચાર ગણું ઝડપી વધી રહ્યું છે. ઉનાળામાં આર્કટિક મહાસાગર બરફથી ખાલી રહી શકે છે, અને ગ્રીનલેન્ડમાં બરફ પિગળવાની ગતિ ચાર ગણી વધી શકે છે. આ બદલાવ ફક્ત બરફ અને પાણી પૂરતા મર્યાદિત નહીં હોય, પણ તેની અસર સમગ્ર ઇકોસિસ્ટમ, જંગલો, વન્યજીવન અને માનવ વસાહટો પર પણ પડશે.
યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન NOAAના 2024ના અહેવાલ મુજબ, આર્કટિક હવે કાર્બન ડાયોક્સાઈડ શોષવાને બદલે તેને મુક્ત કરી રહ્યું છે, જે વધુ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિનો સામનો કરવા માટે AI ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે, જે એક વર્ષ અગાઉથી આર્કટિકના બરફના પરિવર્તન વિશે આગાહી કરી શકે છે.
આ ભવિષ્યને બચાવવા માટે, આપણે પરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો ત્યાગ કરીને સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઉર્જા વિકલ્પો અપનાવવા પડશે. જો હમણાં પગલાં નહીં ભરીએ, તો આર્કટિક આપણા સમક્ષથી હંમેશા માટે અદૃશ્ય થઈ જશે.