Treasure Found Behind Sofa: ઘર સાફ કરતાં મળ્યું લાખો રૂપિયાનું ઇનામ, માતા-પુત્રને જૂના સોફામાંથી મળી ગઈ લોટરી ટિકિટ!
Treasure Found Behind Sofa: આમ તો ખજાના માટે લોકો નિર્જન વિસ્તારોમાં શોધખોળ કરે છે, પરંતુ કેટલાક લકી લોકો એવા પણ હોય છે જેમને નસીબ ઘર બેઠાં જ લાખો આપી જાય છે. અમેરિકાના મેરીલેન્ડમાં રહેતા એક માતા અને પુત્ર સાથે આવું કંઈક અણધાર્યુ બન્યું, જેને જાણીને સૌ ચકિત રહી ગયા.
ક્રિસમસ પહેલા માતા-પુત્ર ઘરની સફાઈમાં વ્યસ્ત હતા. તે જૂના સોફા અને અન્ય વસ્તુઓ ખસેડી રહ્યાં હતા ત્યારે સોફાની નીચેથી તેમને કેટલાક કાગળના ટુકડા મળ્યા. ઉંડાણપૂર્વક જોઈને ખબર પડી કે આ ટિકિટો મેરીલેન્ડ લોટરી કેશબેકની હતી.
દીકરાએ રમતાં રમતાં માતાને પુછ્યું કે શું આ ટિકિટ ચકાસી શકીએ? માતાએ જવાબ આપ્યો કે જો કંઈ ઇનામ નીકળે તો બંને વચ્ચે વહેંચી લઈશું. વાત નકામા મજાક જેવી લાગી, પણ દીકરો માન્યો અને ઘેર જઈ પત્ની સાથે બેઠા બેઠા ટિકિટ ખંજવાળવા લાગ્યો. શરૂઆતમાં તેમને 6, 15 અને 5 ડોલરના નાના ઇનામ મળ્યા. જોકે, પછી એક ખાસ ટિકિટની વિગતો જોઈને આશ્ચર્યનો ધડાકો થયો.
આ ટિકિટમાં છુપાયેલો હતો $50,000 (લગભગ ₹43 લાખનું) ઇનામ!
દીકરાએ તરત જ માતાને ફોન કરી ખુશખબર આપી. માતા પહેલા તો મજાક સમજી, પણ પછી તેમના ચહેરા પર પણ ખુશી છવાઈ ગઈ. પોતાને આપેલા વચન અનુસાર, પુત્રે આ રકમ માતા સાથે સમાન રીતે વહેંચી લીધી.
આ ઘટના એ સાબિત કરે છે કે ક્યારેક નસીબ એવા ઘડીએ વાગે છે કે જોતા જોતા જીવન બદલાઈ જાય.