Two Eyed Long Tongued Goat: કપાળ પર આંખોવાળી દુર્લભ બકરી! પશ્ચિમ બંગાળમાં જન્મેલા અનોખા બચ્ચાનું રહસ્ય
Two Eyed Long Tongued Goat: કલ્પના કરો, જો એક બકરીનો જન્મ થાય અને તેના કપાળ પર બે ચમકતી આંખો હોય, તો? ચોક્કસ, આઘાત લાગશે! આવી જ એક અનોખી ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ક્રાંતિ વિસ્તારમાં બની, જ્યાં એક અનોખા બકરીના જન્મે લોકોમાં ચમત્કાર જેવી હલચલ મચાવી દીધી.
સ્થાનિક રહેવાસી ફુઝુલ હુસૈનની બકરીએ એક એવું બચ્ચું આપ્યું, જેનો ચહેરો સામાન્ય બકરીઓ કરતાં ભિન્ન દેખાતો હતો. આ બચ્ચાના કપાળ પર બે આંખો હતી અને તેની જીભ સામાન્ય બકરીઓ કરતાં વધુ લાંબી હતી. આ દુર્લભ ઘટના જાણતાં જ ગામલોકો તેને જોવા માટે ઉમટી પડ્યા.
આ ખાસ બચ્ચાનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે તંદુરસ્ત છે અને તે સામાન્ય બકરીઓ જેમજ ખાય-પીયે છે. ફુઝુલ હુસૈન અને તેમના પરિવારજનો તેની વિશેષ દેખભાળ કરી રહ્યા છે. ગામમાં લોકો આ ઘટનાને કુદરતી ચમત્કાર માનીને ચર્ચા કરી રહ્યા છે.
આવો કિસ્સો વિજ્ઞાન અને કુદરતી વિકૃતિઓ માટે એક રોચક ઉદાહરણ છે. આમ, કપાળ પર આંખો ધરાવતું આ બચ્ચું કઈક અનોખું છે, જે આજુબાજુના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બની ગયું છે.