Victim of Lost IDs Misuse: નિર્દોષ રમી, ખોવાયેલા આઈડીના દુરુપયોગથી ગુનાહિત રેકોર્ડમાં ફસાયેલો યુવાન
Victim of Lost IDs Misuse: ક્યારેક જીવનમાં એવી અજાણી ઘટનાઓ બને છે કે માણસ હેરાન થઈ જાય. જર્મનીમાં રહેતા રમી બત્તીખ નામના યુવક સાથે એક અનોખી અને દુખદ ઘટના બની. એક શિક્ષિત અને નિર્દોષ છોકરો માત્ર એક ભૂલના કારણે નોકરીથી વંચિત રહ્યો.
2019માં રમી રજાઓ માટે લંડન ગયો હતો, જ્યાં તેનો પાસપોર્ટ અને આઈડી કાર્ડ ગુમ થઈ ગયા. તેણે તરત જ જર્મની પરત જઈને નવા દસ્તાવેજ માટે અરજી કરી. આઈડી મળ્યા પછી તેણે અભ્યાસ પૂરો કર્યો, ઇન્ટર્નશિપ કરી અને નોકરી શોધવા લાગ્યો. પણ, જ્યારે નોકરી માટે અરજી કરી ત્યારે ખબર પડી કે તેના નામ પર યુકેમાં ઘણા ગુનાહિત કેસ નોંધાયા છે.
ખરેખર, 2021માં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ખોવાયેલા આઈડીનો દુરુપયોગ કરીને અનેક ગુનાઓ કર્યા અને 18 મહિના સુધી જેલમાં પણ ગયો. રમીએ સત્ય સાબિત કરવા માટે યુકેમાં વકીલ રાખ્યો, ડીએનએ અને ફિંગરપ્રિન્ટ ટેસ્ટ કરાવ્યા, છતાં પોલીસે રેકોર્ડ ડિલીટ કર્યો નથી.
આ કારણે રમીને નોકરી મળતી નથી અને જીવન ગુજરાન માટે પોતાની વસ્તુઓ પણ વેચવી પડી. આ અન્યાય સામે લડતો રમી ન્યાયની રાહ જોઈ રહ્યો છે, પણ સિસ્ટમ હજી પણ જવાબ આપી રહી નથી.