Who Invented Paper Bag: કાગળની થેલીની શોધ અને તેની પાછળની પ્રેરણાદાયી વાર્તા
Who Invented Paper Bag: આજે મોટાં શોપિંગ મોલ હોય કે નાનકડી દુકાન, કાગળની થેલીઓ બધે જોવા મળે છે. લાગશે કે એ બનાવવી સરળ બાબત છે, પણ તેની શોધ પછાડખૂંદ ભરેલી હતી. કાગળની થેલી કોણે શોધી તે ઘણા લોકોને ખબર નહીં હોય.
ઇન્સ્ટાગ્રામ યુઝર માઈકલ ગર્ડલી રસપ્રદ જાણકારી ધરાવતા વીડિયો પોસ્ટ કરે છે. તાજેતરમાં, તેણે કાગળની થેલીના શોધક વિશે એક વીડિયો શેર કર્યો.
કાગળની થેલીની શોધ 1838માં જન્મેલી માર્ગારેટ નાઈટે કરી. નાની વયે જ તે એક મીલમાં કામ કરતી હતી, જ્યાં મશીનની ખોટી સ્થિતિને કારણે ઘણી બધી દુર્ઘટનાઓ થતી. ત્યાં કામ કરતી વખતે, 1867માં, તેણીએ કાગળની થેલીને વધુ મજબૂત બનાવવાનો વિચાર કર્યો. પહેલા થેલીઓ હાથથી બનાવવી પડતી, પણ માર્ગારેટે એક મશીન બનાવ્યું, જે થેલીના તળિયાને ચોરસ બનાવતું.
જ્યારે તેણી તેની શોધનું પેટન્ટ લેવા ગઇ, ત્યારે ચાર્લ્સ અન્નાન નામના એક માણસે તેની ડિઝાઇન ચોરી લીધી. મામલો સીધો કોર્ટમાં ગયો, જ્યાં માર્ગારેટે સાબિત કર્યું કે મશીનની મૂળ ડિઝાઇન તેની જ હતી. આખરે, 1871માં તેને કાગળની થેલી માટેનું પેટન્ટ મળ્યું.
પછી તેણે પોતાની ‘ઈસ્ટર્ન પેપર બેગ’ કંપની શરૂ કરી. આજે પણ, કાગળની થેલીઓ પર્યાવરણ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. માર્ગારેટ નાઈટે માત્ર કાગળની થેલી જ નહીં, પણ 80 જેટલી શોધો કરેલી.