Why keep toothbrush in hotel safe: હોટલમાં રોકાતા સમયે તમારા ટૂથબ્રશને તિજોરીમાં રાખો! એર હોસ્ટેસે આપેલી સલાહ જાણીને તમે પણ ચોંકી જશો!
Why keep toothbrush in hotel safe: જ્યારે લોકો હોટલમાં રોકાય છે, ત્યારે સામાન્ય રીતે તેઓ આરામ અને સગવડો પર ધ્યાન આપે છે, પરંતુ હોટલમાં કેટલીક અગમ્ય બાબતો પણ હોઈ શકે. તાજેતરમાં, એક એર હોસ્ટેસે એવી ટિપ આપી છે, જે હોટલમાં રોકાતા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે.
ટૂથબ્રશને તિજોરીમાં રાખવાની સલાહ કેમ?
આર્જેન્ટિનાની એક પ્રખ્યાત એર હોસ્ટેસ બાર્બીબેક લા અઝાફાટાએ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ ટિપ આપી છે. તેણીએ જણાવ્યું કે હોટલમાં રોકાઓ ત્યારે હંમેશા તમારો ટૂથબ્રશ તિજોરીમાં રાખવો જોઈએ. કારણ કે હાઉસકીપિંગ સ્ટાફ કેટલાક કિસ્સાઓમાં મહેમાનોના સામાન સાથે ગંદકી ફેલાવતા હોય છે. કેટલાક લોકોના મતે, તેઓ બ્રશથી બાથરૂમ સાફ કરવા જેવા અજાણ્યા કાર્યો કરી શકે છે, જે આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
બાથરૂમના કાચ અંગે વિશેષ તકેદારી
એર હોસ્ટેસે વધુ એક મહત્વની સલાહ આપી છે કે હોટલના બાથરૂમમાં રાખેલા કાચને જોતા પહેલા તેની તપાસ કરવી જોઈએ. આંગળીથી ચેક કરવા પર જો કાચ અને તેની વચ્ચે અંતર દેખાય તો તે સામાન્ય કાચ છે, પણ જો અંતર ન દેખાય તો કદાચ તે એકતરફી કાચ હોઈ શકે, જેની બીજી બાજુથી કોઈ તમને જોઈ શકે. આ સલાહ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અપાઈ છે.
સફર દરમિયાન સુખદ અને સલામત અનુભવ માટે હંમેશા તકેદારી રાખવી જરૂરી છે.