Why Two Buttons on Toilet Flush: ફ્લશના બે બટનનું રહસ્ય, પાણી બચાવવાનો સરળ ઉપાય!
Why Two Buttons on Toilet Flush: આજકાલ ઘરો, ઓફિસો અને શોપિંગ મોલમાં અદ્યતન બાથરૂમ સેવાઓ સામાન્ય બની ગઈ છે. તમે ઘણી વખત શૌચાલયમાં બે ફ્લશ બટન જોયા હશે—એક મોટું અને એક નાનું. પણ શું તમે કદી વિચાર્યું છે કે આ બન્ને બટનનું કામ શું છે?
હકીકતમાં, ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ પાણી બચાવવા માટે બનાવવામાં આવી છે. મોટું બટન દબાવવાથી લગભગ 6 લિટર પાણી વપરાય છે, જ્યારે નાનું બટન ફક્ત 3 થી 4.5 લિટર પાણી છોડે છે. જેવું જરૂર હોય તે મુજબ બટન દબાવવાથી અશુદ્ધિ સાફ થાય છે અને પાણીની બગાડ અટકે છે.
અહેવાલો મુજબ, જો કોઈ ઘરમાં સામાન્ય ફ્લશની જગ્યાએ ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ હોય, તો એક વર્ષમાં અંદાજે 20,000 લિટર પાણી બચાવી શકાય. જોકે, આ સિસ્ટમ સામાન્ય ફ્લશ કરતા થોડી મોંઘી હોય છે, પરંતુ લાંબા ગાળે પાણી બચાવવાનું ફાયદાકારક સાબિત થાય છે.
હમણા તમે જાણ્યું કે શૌચાલયમાં બે ફ્લશ બટન શા માટે હોય છે. જ્યારે પણ તમે આવા બટનવાળા ટોઇલેટનો ઉપયોગ કરો, ત્યારે યોગ્ય બટન દબાવો અને પાણી બચાવવામાં સહયોગ આપો!