Woman Claims Life After Death Experienced: મૃત્યુ પછીની બીજી દુનિયાનો અનુભવ, 50 વર્ષની મહિલાનો ચોંકાવનારો દાવો
Woman Claims Life After Death Experienced: જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. ખાસ કરીને જ્યારે કોઈ એવો દાવો કરે છે કે તે મૃત્યુમાંથી પાછો આવ્યો છે. 50 વર્ષની ટેસા રોમેરો નામની મહિલા એ એવો જ અદભૂત દાવો કર્યો છે કે તે 24 મિનિટ માટે મરી ગઈ હતી અને પછી જીવિત થઈ ગઈ.
ટેસા રોમેરો એ જણાવ્યું કે, જ્યારે તે તેની દીકરીને સ્કૂલે છોડવા જતી હતી, ત્યારે અચાનક તેના હૃદયએ કામ કરવું બંધ કરી દીધું, અને તે 24 મિનિટ માટે મૃત્યુ પામિ ગઈ. પરંતુ ડોકટરોની મદદથી તેને ફરીથી જીવિત કરવામાં આવી. આ ઘટનાના પછી, તે કહે છે કે તેને મૃત્યુનો ડર હવે ગાયબ થઈ ગયો છે, જેના માટે તે પહેલા ભયભીત હતી.
તેના અનુભવ પ્રમાણે, જયારે તે મૃત્યુની અંધારી દુનિયામાં હતી, ત્યારે તેને ખૂબ હળવાશ અને શાંતિનો અનુભવ થયો. તે કહે છે કે એ સમય દરમિયાન કોઈ શારીરિક અથવા માનસિક પીડા નહોતી, અને તેનો આત્મા એ જ રૂમમાં હતો. તેણે પોતાના શરીરને જોઈ અને આ લાગણી અનુભવી કે તે મૃત્યુને ખતમ માનવું એક ભૂલ નથી, પરંતુ આ એક નવી દુનિયામાં પ્રવેશ કરવાનો અનુભવ છે.
ટેસાની આ કહાણીથી મૂંઝવણ અને વિચાર શરૂ થાય છે કે, મૃત્યુ પછી શું થાય છે?