Woman Fierce Battle Against Cancer: ટેલર રોયસને ઉધરસ-થાક સામાન્ય લાગ્યા, પરંતુ સત્ય જાણીને બધાં હેરાન રહી ગયા!
Woman Fierce Battle Against Cancer: ક્યારેક જીવન એક એવાં વળાંક પર લઈ જાય છે જ્યાં બધું પળવારમાં બદલાઈ જાય. 32 વર્ષની ટેલર રોયસની કહાની કંઈક આવી જ છે. તેણી લાંબા સમયથી ઉધરસ, અનિદ્રા અને થાકથી પીડાતી હતી, પણ તેને લાગતું કે વેપિંગની આદતને કારણે આવું થઈ રહ્યું છે. તે સતત પરસેવાથી જાગી જતી, ભૂખ ઓછી પડતી, વજન ઘટતું અને શરીરમાં અજીબ દુખાવો અનુભવાતો હતો.
અનેક વખત ડોકટરો સુધી જવા છતાં, તેની તબીયતની ગંભીરતા ઓળખાઈ નહીં. બ્લડ રિપોર્ટ્સમાં આયર્ન ઓછું અને CRPનું સ્તર ઊંચું હતું, પણ ડોક્ટરોએ વધારે તપાસની જરૂરિયાત નહીં દેખાડી. અંતે, જુલાઈ 2024માં, ગળા પર ગાંઠ જોવા મળતા બાયોપ્સી કરવામાં આવી. રિપોર્ટ આવ્યો અને ટેલરની દુનિયા ઊંધી થઈ ગઈ – સ્ટેજ 4 હોજકિન્સ લિમ્ફોમા કેન્સર!
આઘાત વચ્ચે, એક બીજું મોટું દુઃખ – ટેલરનું ઘર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે બળીને રાખ થઈ ગયું. હવે તે BrECADD નામની નવી દવા દ્વારા કીમોથેરાપી લઈ રહી છે. શરીર અને મન પર આ પડકાર સિવાય, ટેલર આર્થિક સંકટનો પણ સામનો કરી રહી છે, અને લોકો પાસે મદદ માગી રહી છે.
ટિકટોક પર પોતાની સફર શેર કરતાં તે કહે છે, “હું હાર માનવાની નથી, આ લડત મારા અંતિમ શ્વાસ સુધી લડીશ!”