Woman Wears Same Dress for 100 Days: 100 દિવસ એક જ ઊની ડ્રેસ પહેરીને, બ્રિટ્ટેનીએ સાબિત કરી ઊનની ખાસિયતો
Woman Wears Same Dress for 100 Days: આજકાલના ફેશન અને સ્વચ્છતાના ધોરણોમાં, દરેક જણ અપેક્ષા રાખે છે કે કપડાં નિયમિત ધોઈને પહેરવા જોઈએ. પરંતુ એક મહિલાએ આ ધોરણોને પડકાર આપતા એક અનોખો પ્રયોગ કર્યો છે. બ્રિટ્ટેની બાલિન્સકી, જે ચાર બાળકોની માતા છે,એ 100 દિવસ સુધી સતત એક જ ઊની ડ્રેસ પહેર્યો. આ પ્રયોગનો ઉદ્દેશ્ય હતો લોકોને બતાવવાનો કે ઊનનાં કપડાં વારંવાર ધોવાની જરૂર નથી.
બ્રિટ્ટેનીનું માનવું છે કે ઊન કુદરતી રીતે પાણીને પ્રતિરોધી છે અને તે સ્વચ્છ રહેવા માટે સ્વાભાવિક રીતે સક્ષમ છે. ઊન પર પાણી પડતાં, તે તરત જ ધોવાઈ જાય છે અને ભીનું થતાં સુકાઈ જાય છે. તેણે કહ્યું કે, “ઉનને સતત પહેરવાથી કોઈ ગંધ અથવા દાગ નથી પડતા”. તેણે 100 દિવસમાં માત્ર ચાર વાર જ પોતાનો ડ્રેસ ધોવાનો એક્સેપ્શન બનાવ્યો, અને તે પણ કારણ કે તેને તેના બાળકોના કપડાં ધોવા પડતા હતા.
આ અનોખા પ્રયોગનો વિડીયો સોસિઅલ મિડીયા પર વાયરલ થઈ ગયો છે. કેટલાક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વિચિત્ર માને છે. કેટલાકનું કહેવું છે, “આ ટકાઉ ફેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે,” તો કેટલાક લોકોએ તેને “ગંદકી પ્રોત્સાહિત” ગણાવ્યું.