Women Secretly Spy on Husbands: લંડન, જ્યાં મહિલાઓ પોતાના પતિઓ પર ગુપ્ત નજર રાખે છે!
Women Secretly Spy on Husbands: લગ્ન અને સંબંધોમાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે, પણ જ્યારે આ વિશ્વાસ તૂટે, ત્યારે શંકા ઊભી થાય છે. લંડન એક એવું શહેર છે, જ્યાં મહિલાઓ પોતાના પતિ કે પ્રેમી પર સૌથી વધુ શંકા રાખે છે અને તેમની ગતિવિધિઓ પર ગુપ્ત રીતે નજર રાખે છે.
ટિન્ડર પ્રોફાઇલ્સને સ્કેન કરતી CheatEye.ai એપના તાજેતરના એક અભ્યાસ મુજબ, લંડન એ શહેર છે, જ્યાં 27.4% લોકો પોતાના જીવનસાથીની બેવફાઈ પકડવા માટે શોધ કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આમાંની 62.4% શોધ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેનો અર્થ છે કે લંડનમાં મહિલાઓ પોતાના પતિ કે બોયફ્રેન્ડની ડેટિંગ એપ પરની હરકતો વિશે વધારે ચિંતિત હોય છે.
લંડન પછી, માન્ચેસ્ટર (8.8%) અને બર્મિંગહામ (8.3%) પણ આ યાદીમાં ટોચ પર છે. ખાસ કરીને બર્મિંગહામમાં 69% સ્ત્રીઓ પોતાના પતિ કે પાર્ટનર પર શંકા ધરાવે છે. ગ્લાસગોમાં પણ 62.1% લોકો એવા છે, જે જીવનસાથી પર શંકા રાખે છે.
સંબંધ નિષ્ણાતો કહે છે કે ડેટિંગ એપ્સના વધતા ઉપયોગના કારણે વિશ્વાસ ઘટી રહ્યો છે. ખાસ કરીને 18-24 વર્ષની ઉંમરના યુવાનો પોતાના પાર્ટનર પર વધુ નજર રાખે છે.