World deadliest lake: વિશ્વનું સૌથી ખતરનાક તળાવ, જ્યાં પળભરમાં 1700 લોકોના મોત!
World deadliest lake: દુનિયામાં કેટલીક કુદરતી જગ્યા એવી છે જે ખૂબ જ સુંદર હોવા છતાં ભયાનક દુર્ઘટનાઓની સાક્ષી બની છે. પશ્ચિમ આફ્રિકાના કેમરૂનમાં આવેલું લેક ન્યોસ એવુજ એક તળાવ છે, જેની ભયાનક ઘટના આજે પણ લોકોના રુવાંટા ઊભા કરી દે છે. લગભગ 40 વર્ષ પહેલાં, એક જ ક્ષણમાં અહીં 1,700થી વધુ લોકોના જીવ ગયા હતા. આ અણધારી દુર્ઘટનાને કારણે લેક ન્યોસ ‘મૌતનું તળાવ’ કહેવાય છે.
ભયાનક ઘટના કેવી રીતે બની?
21 ઑગસ્ટ, 1986ના રોજ, તળાવની આજુબાજુ કામ કરતા ખેડૂતો અને સ્થાનિક લોકોને અચાનક ધરતી હલાવાનો અવાજ સંભળાયો. થોડા જ પળોમાં, તળાવમાંથી સેંકડો ફૂટ ઊંચા ફીણના વાદળ ઉઠ્યા અને સમગ્ર વિસ્તાર ધૂંધાળો થઈ ગયો. લોકો એ હકીકત સમજવામાં આવે, એ પહેલાં જ, હવામાં એક અજાણી ગેસ ફેલાઈ ગઈ, અને તળાવ પાસે હાજર લોકો બેભાન થઈ ગયા.
વિનાશક વાદળ અને મૌતનો ખૌફ
આ ગેસનું વાદળ ખીણના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગયું. 25 કિમી સુધી ફેલાયેલી આ ગેસે મનુષ્યો અને પ્રાણીઓને તત્કાળ અસર કરી. બે દિવસ બાદ જ્યારે કેટલાક લોકો બચવા માટે તળાવ તરફ ગયા, ત્યારે તેમને ચારેય તરફ મૃતદેહ જ દેખાયા. અનેક લોકો અને પશુઓ શ્વાસ લેવામાં અસમર્થ થઈને મૃત્યુ પામ્યા.
તળાવમાં એકઠી થયેલી મૌતની ગેસ
વૈજ્ઞાનિકોએ આ ઘટનાની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ દુર્ઘટનાનું કારણ કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ગેસ હતું. તળાવની તળિયે વર્ષોથી ગેસ એકઠી થઈ રહી હતી, અને તે અચાનક એક જ ઝટકે તળાવમાંથી બહાર આવી ગઈ. આ ગેસ ઓક્સિજન કરતાં ભારે હોવાથી જમીન તરફ વહી, અને સ્થાનિક લોકો માટે શ્વાસ લેવું અશક્ય બન્યું.
આજે લેક ન્યોસ કેટલું સુરક્ષિત છે?
આકસ્મિક CO₂ વિસ્ફોટ ફરી ન થાય, તે માટે વૈજ્ઞાનિકોએ તળાવમાં વિશેષ પાઈપો લગાવી છે, જે ગેસને ધીમે ધીમે તળાવમાંથી બહાર કાઢે છે. જોકે, આજેય તે વિસ્તારમાં વસતા લોકોના મનમાં લેક ન્યોસ પ્રત્યે ભય છે, અને તેને ‘વિશ્વનું સૌથી ખતરનાક તળાવ’ ગણવામાં આવે છે.