World Happiness Report 2025: ફિનલેન્ડ ફરીથી દુનિયાનો સૌથી ખુશ દેશ! ભારતનો ક્રમ સુધર્યો
World Happiness Report 2025: યુએનના આંતરરાષ્ટ્રીય હેપ્પીનેસ દિવસે પ્રકાશિત થયેલા વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર, ફિનલેન્ડે સતત આઠમું વર્ષ વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 140 થી વધુ દેશોમાં લોકોના જીવનની ગુણવત્તા નક્કી કરવા માટે આ રિપોર્ટમાં સામાજિક સમર્થન, આરોગ્ય, સ્વતંત્રતા, ઉદારતા, ભ્રષ્ટાચારની ધારણા અને GDP જેવા પરિબળોનો સમાવેશ થાય છે.
0 થી 10 ની સ્કેલ પર, જ્યાં 10 શ્રેષ્ઠ જીવનને દર્શાવે છે, ફિનલેન્ડે 7.74 ના સ્કોર સાથે ટોચ પર સ્થાન મેળવ્યું. તેના પછી ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વીડન અને નેધરલેન્ડ ટોચના પાંચ દેશોમાં છે.
આ વર્ષે, કોસ્ટા રિકા અને મેક્સિકોએ ટોચના 10માં પ્રવેશ કર્યો, જ્યારે યુએસ 24મા સ્થાને અને યુકે 23મા સ્થાને પછડી ગયો.
ભારતનો ક્રમ સુધર્યો
ભારતે પોતાના હેપ્પીનેસ રેન્કમાં થોડો સુધારો નોંધાવ્યો છે. 2024 માં 126મા સ્થાને રહેલા ભારતે 2025માં 118મું સ્થાન મેળવ્યું. તેમ છતાં, તે હજુ પણ યુક્રેન, મોઝામ્બિક અને ઇરાક જેવા સંઘર્ષગ્રસ્ત દેશોની પાછળ છે. ભારતના પડોશી દેશોમાં, નેપાળ 92, પાકિસ્તાન 109 અને ચીન 68મા ક્રમે છે.
દુનિયાના સૌથી દુ:ખી દેશ
અફઘાનિસ્તાન ફરી એકવાર દુનિયાનો સૌથી નાખુશ દેશ બન્યો છે. તે બાદ સિએરા લિયોન અને લેબનોન છે, જે ગરીબી અને સંઘર્ષ જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.