Worlds Smallest Camera: આંગળી પર અજાયબી – વિશ્વનો સૌથી નાનો કેમેરો!
Worlds Smallest Camera: શરૂઆતમાં જોવો તો એવું લાગે કે આંગળી પર રાખેલી આ નાની વસ્તુ કોઈ પ્લાસ્ટિકનો ટુકડો કે મશીનનો ભાગ હશે, પણ હકીકત જાણીને તમે ચોકી જશો. આ છે વિશ્વનો સૌથી નાનો કેમેરો – Omnivision OVM6948 CameraCubeChip®. તે Omnivision નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે, જે ડિજિટલ ઇમેજિંગ અને ટચ ટેકનોલોજી માટે જાણીતી છે.
આ કેમેરાનું કદ માત્ર 0.65 mm x 0.65 mm છે અને ઊંચાઈ માત્ર 1.158 mm છે. આટલો નાનો હોવા છતાં, તેનો ઉપયોગ તબીબી ક્ષેત્રે વિશાળ છે. તે ગાઇડવાયર, એન્ડોસ્કોપ અને કેથેટર જેવા સાધનો સાથે લગાડી શકાય છે અને શરીરના સૌથી પાતળા અને સંવેદનશીલ ભાગોમાં પણ પહોંચી શકે છે. તેની મદદથી ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, યુરોલોજી, ગાયનેકોલોજી અને એવી બીજી અનેક તબીબી સારવારમાં ઉપયોગ થાય છે.
આ નાનકડો કેમેરો 200×200 પિક્સેલ સુધીની સ્પષ્ટતા સાથે ઈમેજ કેપ્ચર કરી શકે છે અને ઓછા પ્રકાશમાં પણ ઉત્તમ રીતે કામ કરે છે. આ કેમેરામાં ખાસ ટેકનોલોજી છે, જે ઓપરેશન દરમિયાન હીટિંગ ઓછું કરે છે, જેથી દર્દીને વધુ આરામ મળે છે.
તેની બીજી અજાયબી એ છે કે તે 4 મીટર સુધી અવાજ વગર સિગ્નલ મોકલી શકે છે. 120 ડિગ્રી સુધી દૃશ્ય કવર કરી શકે છે અને 30 ફ્રેમ/સેકંડની ઝડપે વીડિયો રેકોર્ડ કરે છે.
OVM6948 કેમેરાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે અને આજે તે તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવતો એક નાનો પરંતુ શક્તિશાળી હથિયાર બની ચૂક્યો છે.