જગદીશ પંચાલ ચારે દીશા પર ઘેરાય એવી સ્થિતિ
- કોળી સમાજ અને લેઉવા પાટીદાર સમાજની નારાજગી દૂર થતી નથી
- આનંદીબેન પટેલ અને અમિત શાહે મનાવવા પ્રયાસ કર્યો પણ વધતી નારાજગી
અમદાવાદ, 9 ઓક્ટોબર 2025
સમગ્ર ગુજરાત કોળી સમાજ ભાજપના નવા પ્રમુખની જાહેરાત પછી નારાજ છે. ગુજરાતની સૌથી ઓબીસી જ્ઞાતિ કોળી છે. તેમને સ્થાન આપ્યું નથી. ભાજપના મહામંત્રી તરીકે લેવા માટે દબાણ વધી રહ્યું છે. આ મુદ્દે પરસોત્તમ સોલંકી અને કુવર બાવળીયા મૌન છે. પણ ભરત બોઘરા ખુશ છે કારણ કે કોંગ્રેસમાંથી પટલી મારીને ભાજપમાં આવ્યા પછી તેમને હંમેશા મહત્વના સ્થાન મળતા આવ્યા છે ફરી તેમને કુવર બાવળીયા સામે મહત્વનું સ્થાન અપાશે.
આનંદીબેન પટેલને દૂર કર્યા પછી લેવા પાટીદાર નારાજ હતો. હવે તેમાં નારાજગીનો વિસ્ફોટ થયો છે. લેવા પાટીદારો ભારે નારાજ હોવાનું સરવેમાં બહાર આવતાં અમિત શાહ અને આનંદીબેન પટેલ સૌરાષ્ટ્ર દોડી ગયા હતા. જયેશ રાદડીયાને સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ લેઉવા સમાજ માનવા તૈયાર નથી. જયેશ રાદડીયા એ સહકારી આગેવાન છે. સમાજના આગેવાન નથી એવું લોકો માની રહ્યાં છે.
અમિત શાહે સહકારી સંમેલન કર્યું તે સહકારી હતું અને ચૂંટણી ન હતી.
જામનગરમાં પાટીદાર કુટુંબના 21 લોકોને આત્મહત્યા કરવાની જાહેરાત કરવી પડે તેથી સ્થિતિમાં ભાજપથી પટેલ સમાજ ભારે નારાજ છે. ખાસ કરીને ભાજપની નજીકના ઉદ્યોગપતિ પરીમલ નથવાણી અને ભાજપના સાંસદની હરકતોથી પટેલ સમાજ નારાજ છે. આખો સમાજ ભેગો થઈને આ કુટુંબને મળવા માટે ગયો હતો. ત્યારે મોટો વિસ્ફોટ થયો છે અને ભાજપ સામે ભારે નારાજગી છે.
આનંદીબેનને કાઢ્યા પછી, લેવા પાટીલને ન્યાય નથી મળી રહ્યો એવું ઘણાં માની રહ્યાં છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પંચાલે જ્યારે જાહેર શપથ લીધા ત્યારે ભૂપેન્દ્ર પટેલની બોડી લેન્ગવેજ – શરીરની ભાષા નકારાત્મક હતી. તેઓ ચિંતિત જણાતાં હતા. આમ ભાજપે પંચાલને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા બાદ આંતરિક આગ હવે જ્વાલા બને એવી શક્યતા છે. સુરત ભાજપના કાર્યાલયમાં મારા મારી અને ગાળા ગાળીની ઘટના વરાછાના લોકોએ કરવી પડે છે તે સૌરાષ્ટ્રની નારાજગી બતાવે છે.
મહામંત્રીમાં લેવા પાટીદાર કે કોળી સામજને લેવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જગદીશ પંચાલે કોને મહામંત્રી બનાવવા કે મુશ્કેલ બની રહ્યું છે.
ડોક્ટર બોઘરા અને ધવલ દવેને જગદીશ પંચાલ આગળ કરી રહ્યા છે. ત્યારે ભાજપના મુળ નેતાઓ તેની પણ ટીકા કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, 17 વર્ષનું રાજકીય અસ્તિત્વ ધારાવતાં જગદીશ પંચાલ ભાજપને સાચી દીશામાં લઈ શકે એવી ક્ષમતા ધરાવતા નથી. કારણ કે કોંગ્રેસથી આવેલા લોકોને મહત્વ આપે છે. કોંગ્રેસથી નારાજ થયેલો કોળી ભાજપમાં આવ્યો હતો. તેમની અનદેખી 30 વર્ષથી થઈ રહી છે. પરસોત્તમ સોલંકી અને કુંવર બાવળીયાના ચહેરા બતાવીને કોળી સમાજને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. પણ કોળી સમાજના સામાન્ય લોકો ભાજપથી હવે ખુશ નથી. કારણ કે આ બે નેતાઓના સ્થાને નવા નેતાઓને આગળ કરવાની તેઓ માંગણી કરી રહ્યાં છે કારણ કે કોળી સમાજના લોકો માને છે કે, આ બે નેતાઓએ સમાજના નામે પોતાને મહાન બનાવ્યા છે.
આમ જગદીશ માટે ચારે દિશા અંધકારમય બની રહી છે