Anant Ambani Radhika Merchant wedding anniversary : લગ્નને એક વર્ષ પૂર્ણ: અંબાણી પરિવારની ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી

Arati Parmar
2 Min Read

Anant Ambani Radhika Merchant wedding anniversary : જામનગરના મંદિરોમાં ભવ્ય મહાઆરતીનું આયોજન

Anant Ambani Radhika Merchant wedding anniversary : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ થવા પર અંબાણી પરિવારે જામનગરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતી યોજી. શનિવારના દિવસથી જ શૃંગાર આરતી, પૂજા, મંત્રોચ્ચાર અને મહાપ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમોથી વર્ષગાંઠની ઉજવણીના પાવન પ્રસંગે ભક્તિમય માહોલ જોવા મળ્યો.

જુના મંદિરોથી શરૂ થઈ ધાર્મિક શ્રેણી

જામનગરના ખ્યાતનામ મંદિર જેમ કે સત્યનારાયણ મંદિર, ભીડ ભજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ગાયત્રી શક્તિ પીઠ, લક્ષ્મીનારાયણ મંદિર, જોગવડની આશાપુરા માતાજીનો મંદિર સહિત અનેક ધાર્મિક સ્થાનોમાં સવારથી મહાઆરતી, પૂજા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.

Anant Ambani Radhika Merchant wedding anniversary

ભાવિકોની ભીડ અને શુભેચ્છાઓ

મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને તેમણે અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટના પ્રથમ લગ્ન એનિવર્સરી પ્રસંગે ભગવાન સમક્ષ આરતી કરીને આશીર્વાદ પાઠવ્યા હતા. અનેક લોકોએ અંબાણી પરિવારની આ શ્રદ્ધા પૂર્વકની પહેલની પ્રશંસા પણ કરી.

વૈશ્વિક સ્તરે ચર્ચાયેલી લગ્ન ઉજવણી

જામનગરમાં ગયા વર્ષે ભવ્ય રીતે થયેલા લગ્નોત્સવને દેશ-વિદેશના મહેમાનો સાથે મનાવવામાં આવ્યો હતો. આ યાદગાર લગ્નોત્સવથી જામનગરનું નામ વૈશ્વિક સ્તરે ચર્ચાઈ ગયું હતું. હવે તેની પહેલી વર્ષગાંઠ પણ ધાર્મિક ભવ્યતાથી ઉજવાઈ છે.

Anant Ambani Radhika Merchant wedding anniversary

ધાર્મિક ઉત્સવથી યાદગાર બનાવાયો ખાસ દિવસ

Anant Ambani Radhika Merchant wedding anniversary નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા સદભાવનાથી ભરેલી ભક્તિમય ઉજવણી કરવામાં આવી છે. શ્રીમંદિરોમાં ભક્તિગીતો, આરતી અને પ્રસાદ વિતરણ દ્વારા લોકો સાથે લાગણીપૂર્ણ જોડાણ સર્જાયું છે.

Share This Article