અંજાર પોલીસે ચોરીઓનો ભેદ ઉકેલી 3.42 લાખનો મુદામાલ કબજે કર્યો
અંજાર તાલુકાના ખંભરાથી અંજાર વચ્ચેથી પોલીસે બોલેરો ગાડીમાં સવાર મહિલા સહિત ૬ લોકોને પકડી પાડયા હતા. જેઓની પૂછપરછમાં ચંદિયા અને લોહારિયામાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
અંજાર પોલીસે બાતમીના આધારે નાગલપર રોડ પર ખંભરાથી અંજાર તરફ પસાર થઈ રહેલી બોલેરો પીકઅપ ગાડીને રોકાવી તપાસ કરતા શંકાસ્પદ ભંગાર, કોપર કેબલ, કટર, ગીલોલ, કપચીના પથ્થરો મળી આવ્યા હતા.
પોલીસે ગાડીમાં સવાર સાજીદ જાનમામદ. મામદ હુશેન ખમીશા મોખા. અબ્બાસ ઉર્ફે હનીફ ઉમર મણકા, કાળુ પરમાર, બેચર સારા પરમાર અને શોભાબેન ઉર્ફે કાલુ મંગલ. અશોક પરમારની પૂછપરછ કરાતા ચંદિયા તથા લોહારિયા વાડી વિસ્તારમાંથી વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે વાહન, કેબલ સહિત કુલે રૂપિયા ૩,૪૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.