આસિમ મુનીરની ખુરશી જોખમમાં? શહેબાઝ સરકારે ઈમરાન ખાનને આપી નવી ઓફર, સેનાની તાકાત ઘટાડવા રચાશે નવો પ્લાન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

આસિમ મુનીરને સાઈડલાઈન કરવાની તૈયારી! શહબાઝ સરકારે ઈમરાન ખાનને આપી આ મોટી ઓફર

પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે એક એવો વળાંક આવ્યો છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી. પાકિસ્તાની સેનાની શક્તિ ઘટાડવા માટે હવે શહબાઝ શરીફની સરકાર અને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે હાથ મિલાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું દેખાય છે. સોમવારે (23 ફેબ્રુઆરી) વડાપ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે સંસદમાં ખુલ્લેઆમ ઈમરાન ખાનની પાર્ટી (PTI) ને એક વિશેષ ઓફર આપી છે. આ ઓફર પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘ડેમોક્રસી ચાર્ટર 2006’ (લોકશાહી ચાર્ટર) પર સમજૂતી કરવા માટેની છે.

શું છે આ ‘ડેમોક્રસી ચાર્ટર 2006’?

વર્ષ 2006માં જ્યારે નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટો લંડનમાં નિર્વાસિત હતા, ત્યારે તેમણે પાકિસ્તાનમાં સેનાની દખલગીરી રોકવા માટે એક સમજૂતી કરી હતી, જેને ‘ચાર્ટર ઓફ ડેમોક્રસી’ કહેવામાં આવે છે. આ ચાર્ટરનો મુખ્ય હેતુ સેનાને રાજકારણથી દૂર રાખવાનો અને વડાપ્રધાનના પદને વધુ મજબૂત બનાવવાનો હતો. આ ઉપરાંત, તેમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટેના પણ કડક નિયમો હતા. જોકે, બદલાતા સમય સાથે આ ચાર્ટર કાગળ પર જ રહી ગયું અને પાકિસ્તાનમાં સેનાની પકડ વધુ મજબૂત બનતી ગઈ.

- Advertisement -

imran5.jpg

સેના પ્રમુખ આસિમ મુનીરની ખુરશી જોખમમાં?

શહબાઝ સરકાર દ્વારા ઈમરાન ખાનને આ ઓફર એવા સમયે આપવામાં આવી છે જ્યારે પાકિસ્તાનમાં સેના અને ઈમરાન ખાન વચ્ચે કોઈ ‘ગુપ્ત ડીલ’ થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સેના પ્રમુખ આસિમ મુનીર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ઈમરાન ખાન સાથે વાતચીત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શહબાઝ શરીફે સીધો જ ઈમરાન ખાનને લોકશાહી ચાર્ટર પર હસ્તાક્ષર કરવાની ઓફર આપીને સેનાની ભૂમિકા મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે. જો ઈમરાન ખાન આ ચાર્ટર સ્વીકારી લે, તો આસિમ મુનીરની શક્તિઓ પર લગામ લાગી શકે છે.

- Advertisement -

સંસદમાં સર્જાયેલી હલચલ

જ્યારે વિપક્ષી નેતાઓએ ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી, ત્યારે રાણા સનાઉલ્લાહે જવાબ આપ્યો કે, “આગળ આવો અને લોકશાહી ચાર્ટર 2006 પર સહી કરો, આપણે સાથે મળીને પાકિસ્તાનમાં લોકશાહી સુધારવાનું કામ કરીએ.” સનાઉલ્લાહને શરીફ પરિવારના વિશ્વાસુ માનવામાં આવે છે, તેથી આ ઓફર સીધી વડાપ્રધાન કાર્યાલય તરફથી હોવાનું મનાય છે. આ જાહેરાત બાદ પાકિસ્તાની સંસદમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

imran21.jpg

અત્યાર સુધી ઈમરાન ખાનની પાર્ટી કે સેના તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો સરકાર અને વિપક્ષ સેના વિરુદ્ધ એક થઈ જાય, તો પાકિસ્તાનના ઈતિહાસમાં આ એક મોટું પરિવર્તન હશે. આસિમ મુનીર અત્યારે પાકિસ્તાનના સૌથી શક્તિશાળી સેના પ્રમુખ માનવામાં આવે છે, પરંતુ આ નવો રાજકીય દાવ તેમની ખુરશી માટે ખતરો સબિત થઈ શકે છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.