Chandra Grahan 2025: શું જાન્યુઆરીમાં કોઈ ગ્રહણ છે, જાણો વર્ષના પહેલા ચંદ્રગ્રહણની ચોક્કસ તારીખ અને તેની અસર
ચંદ્રગ્રહણ 2025: સૂર્યગ્રહણની જેમ ચંદ્રગ્રહણ પણ અશુભ માનવામાં આવે છે. તેથી, આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે. જાન્યુઆરીમાં ચંદ્રગ્રહણ છે કે નહીં તે અંગે ઘણી શોધ ચાલી રહી છે. ચાલો તમને જણાવીએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે થઈ રહ્યું છે.
Chandra Grahan 2025: સૌ પ્રથમ, અમે તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં કોઈ ગ્રહણ નથી. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૧૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે. આ ગ્રહણ ૧૪ માર્ચે સવારે ૧૦:૪૧ વાગ્યે શરૂ થશે અને બપોરે ૨:૧૮ વાગ્યે સમાપ્ત થશે. જાણો આ ગ્રહણથી કઈ રાશિઓને ફાયદો થશે.
મેષ રાશિ
વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ રાશિના લોકોના દરેક કાર્ય સફળ થશે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા, તે પુર્ણ થવા લાગશે. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે પણ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ખૂબ જ અનુકૂળ રહેશે. આ સમયે તમે જે કામ હાથમાં લેશો તે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરીમાં સફળતા મળશે અને બિઝનેસ કરવા માગતા લોકો માટે પણ આ સમય શ્રેષ્ઠ રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ આ ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થશે. તમે આ સમયમાં જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકશો. કોઈ મોટા કાર્યમાં સફળતા મળશે. તમારી પાસે ધન અને સુખ-સમૃદ્ધિની કોઈ કમી નહીં રહે.