Horoscope 15 April 2025: જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે અને ખાસ ઉપાય પણ
Horoscope 15 April 2025 હિન્દુ કેલેન્ડર અનુસાર, 15 એપ્રિલ 2025, મંગળવાર, વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષ તૃતીયા છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે અને દિવસ દરમિયાન “રાહુકાળ” બપોરે 02:01 થી 03:40 સુધી રહેશે. જાણીતા જ્યોતિષ આચાર્ય ડૉ. સંજીવ શર્માના જણાવ્યા અનુસાર, આજનો દિવસ કેટલીક રાશિઓ માટે શાંતિદાયક છે, તો કેટલીક માટે સાવચેત રહેવાની સૂચના આપે છે. આવો જાણીએ તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ અને ઉપાય:
મેષ: પરિવારના મામલાઓમાં તણાવ રહેશે, પરંતુ મિલકત સંબંધિત કાર્યમાં સફળતા મળશે. ઉપાય: વાંદરાને કેળા/ગોળ ખવડાવો.
વૃષભ: વિદ્યાર્થીઓ માટે શુભ સમય. ફસાયેલા પૈસા મળી શકે છે. ઉપાય: ગાયને ગોળવાળી રોટલી ખવડાવો.
મિથુન: જીવનસાથી તરફથી સહયોગ મળશે. વ્યવસાયમાં પ્રગતિ. ઉપાય: મંગળ મંત્ર જાપ કરો.
કર્ક: પિતાનું માર્ગદર્શન મળશે, નાણાકીય સતર્કતા જરૂરી. ઉપાય: હળદરવાળું જળ સૂર્યને અર્પણ કરો.
સિંહ: સામાજિક પ્રતિષ્ઠા વધશે. યાત્રા મુલતવી. ઉપાય: ગાયને ગોળવાળા લોટના ગોળા આપો.
કન્યા: નાણાકીય જોખમ ન લેજો. ઘરેણાં ખરીદી શક્ય. ઉપાય: ગરીબોને ભોજન કરાવવો.
તુલા: શૈક્ષણિક સફળતા મળશે. સંબંધો મજબૂત બનશે. ઉપાય: નાની છોકરીને સફેદ કપડાં દાન કરો.
વૃશ્ચિક: સામાજિક કામોથી આત્મવિશ્વાસ વધશે. ઉપાય: હનુમાન ચાલીસાનું પાઠ કરો.
ધનુ: ઉચ્ચ અધિકારીઓથી લાભ. કાર્યમાં સફળતા. ઉપાય: ગાયને હળદરવાળું લોટ આપો.
મકર: કાર્યસ્થળે મતભેદ થઈ શકે. આરોગ્ય પર ધ્યાન આપો. ઉપાય: ઘાયલ કૂતરાની સેવા કરો.
કુંભ: શિક્ષણમાં અવરોધ દૂર થશે. આત્મવિશ્વાસ વધી શકે છે. ઉપાય: ઘાયલ પ્રાણીઓની સેવા.
મીન: આધ્યાત્મિક યાત્રાની તક. વ્યવસાયિક સફળતા મળશે. ઉપાય: હળદરવાળું સ્નાન કરો.