Jupiter Transit in 2025: સુખદ યોગ કે સંભવિત સંકટ?
Jupiter Transit in 2025 વર્ષ ૨૦૨૫ ગુરુ ગ્રહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થનાર છે, કારણ કે આ વર્ષે ગુરુ ત્રણ વાર તેની રાશિ બદલશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગુરુની અતિચારી ગતિ જીવનના દરેક ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરે છે – એટલે કે શિક્ષણ, વ્યવસાય, ધર્મ, લગ્નજીવન અને આરોગ્યથી લઈને વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્ર સુધી.
ગુરુની ગતિમાં મોટો ફેરફાર
૨૦૨૫માં ગુરુ ૧૪ મેના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે, ૧૧ નવેમ્બરે વક્રી ગતિમાં જશે અને ૫ ડિસેમ્બરે ફરી મિથુનમાં પ્રવેશ કરશે. અતિચારી ગતિનો અર્થ છે ગુરુની અસામાન્ય ઝડપથી થતી ગતિવિધિ. સામાન્ય રીતે એક રાશિમાં ૧૨ મહિના રહેતો ગુરુ ટૂંકા સમયમાં ત્રણવાર રાશિ બદલશે, જે એક દૂર્લભ સંયોગ ગણાય છે.
કોને થશે લાભ?
મેષ, સિંહ, કન્યા, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ સમય સુખદ યોગ લઈને આવી શકે છે – નોકરીમાં સફળતા, સંપત્તિમાં વૃદ્ધિ અને સંબંધોમાં સુધારાની શક્યતા જણાય છે. જો કે, ગુરુની આ ચાલ સહેલાઈથી પરિણામ આપતી નથી.
ઈતિહાસના દ્રષ્ટાંતો
અતિચારી ગુરુનો ઈતિહાસ જોવામાં આવે તો કેટલીક મહત્ત્વની ઘટનાઓ સામે આવી છે:
મહાભારત યુદ્ધ: ગુરુની લાંબી અતિચારી સ્થિતિ દરમિયાન પાંડવો-કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું.
બીજું વિશ્વયુદ્ધ (1939): ગુરુના ગતિ બદલવાના સમાયે વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું.
ભારતની આજાદી (1947): ગુરુના વલણ સાથે જ દેશે સ્વતંત્રતા મેળવી.
કોરોના મહામારી (2020): ગુરુની તીવ્ર ગતિ સાથે વૈશ્વિક રોગચાળાનું જોખમ ઊભું થયું.
શું કરવું જોઈએ?
આ પ્રકારની શક્તિશાળી ચાલમાં વ્યક્તિએ પોતાનું જીવનસંતુલન જાળવવું, જ્યોતિષીય માર્ગદર્શન લેવું અને ધૈર્ય રાખવું જોઈએ. ગુરુ સંદર્ભે ધર્મ, દાન, જ્ઞાન અને સત્કર્મો દ્વારા નકારાત્મકતાથી બચી શકાય છે.