Mangal Gochar 2025 મંગળ-કેતુની યુતિ લાવશે કેટલીક રાશિ માટે શુભ સમાચાર, તો કેટલીક માટે રહેશે સાવધાનીની જરૂર
Mangal Gochar 2025 જૂન 2025 માં ગ્રહોનું ગોચર જ્યોતિષ શાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્વ ધરાવે છે. મંગળ, જેને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે, તે 7 જૂન, 2025ના રોજ સવારે 1:33 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 28 જુલાઈ સુધી અહીં વિહાર કરશે. સિંહ રાશિમાં પહેલાથી જ કેતુ હાજર છે, એટલે કે મંગળ-કેતુની યુતિ રચાશે, જે વિવિધ રાશિઓ પર અલગ-અલગ પ્રકારના અસરકારક પરિણામો આપશે.
મંગળ શૌર્ય, પરાક્રમ, ઉર્જા અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં મંગળ શુભ સ્થિતિમાં હોય છે, તે વ્યકિત નિર્ભય, શક્તિશાળી અને સફળતાપૂર્વક આઘે વધી શકે છે. અશુભ મંગળ નકારાત્મક પરિણામો આપી શકે છે, જેમ કે ક્રોધ, અકસ્માત અથવા વિવાદ.
આ રાશિઓ માટે મંગળ લાવશે શુભ સમાચાર
કન્યા રાશિ – મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ કન્યા રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં નવી આશા લાવશે. કાર્યસ્થળ પર વિલંબિત કાર્ય પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન, પગારમાં વધારો અને ઉચ્ચ હોદ્દાની શક્યતા વધી શકે છે. વાણિજ્ય ક્ષેત્રે સફળતા અને નવો ભાગીદારી સોદો થઇ શકે છે. કુટુંબમાં ખુશહાળી અને સંબંધોમાં મીઠાસ આવશે.
તુલા રાશિ – તુલા રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ લાભદાયી રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને જૂના આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. જે લોકો વ્યાપાર કરતા હોય તેમના માટે નવા સોદાઓ સફળ થઈ શકે છે. આપના પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળશે અને પાર્ટનરશિપમાં વિશ્વાસ વધશે.
શું રાખવી તકેદારી?
જેનાં માટે મંગળ અને કેતુની યુતિ અશુભ અસર કરી શકે છે, તેમને આ સમયગાળા દરમિયાન ક્રોધ અને તણાવથી દૂર રહેવું જરૂરી રહેશે. યાત્રા કરતી વખતે ખાસ સાવચેત રહેવું અને આરોગ્યની પણ કાળજી લેવી.