Mangal Gochar 2025: 30 જૂનના મંગળ ગોચરથી મેષ, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન
Mangal Gochar 2025 30 જૂન, 2025ની રાત્રે 8:33 વાગ્યે મંગળ ગ્રહનું પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થવાનું છે. આ સમય દરમિયાન મંગળ સિંહ રાશિમાં રહેશે. સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વ ધરાવતા ગ્રહો હોવાથી, આ સંયોગ ઘણા માટે ઉત્તમ પરિણામ આપશે. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર શુક્રદેવ સંચાલિત છે, જે સર્જનાત્મકતા અને આનંદનું પ્રતિક છે. આવા સંયોગમાં મંગળની ઉર્જા નેતૃત્વ અને નવી સફળતા તરફ દોરી શકે છે.
મેષ રાશિ – સર્જનાત્મકતામાં વૃદ્ધિ અને પ્રેમજીવનમાં સુધારો
મંગળ તમારા રાશીપાલના પાચમો ભાવ સક્રિય કરશે, જે બુદ્ધિમત્તા, પ્રેમ અને સંતાન સંબંધિત છે. આ સમયે, તમારા વિચારો નવી ઊંચાઈ પામશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સફળતા અને આર્ટ, મિડિયા ક્ષેત્રે સંડોવાયેલા લોકો માટે નવો મોકો મળશે.
સલાહ: ઉતાવળે નિર્ણય ન લો અને ધૈર્ય રાખો.
તુલા રાશિ – નવો આવક સ્ત્રોત અને વ્યાવસાયિક વૃદ્ધિ
મંગળ તમારાં અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે, જે લાભ અને મિત્રોનું ઘેરું છે. આવક વધશે, નવા લોકો સાથે કનેકશન થશે અને જૂના મિત્રોનો સહકાર મળશે. નવું વેપાર શરૂ કરવું કે રોકાણ કરવું લાભદાયક સાબિત થઈ શકે છે.
સલાહ: નેટવર્કિંગ વધારવું લાભદાયક રહેશે.
વૃશ્ચિક રાશિ – કારકિર્દીમાં વધારો અને નેતૃત્વની તકો
મંગળ તમાંરાં દસમું સ્થાન સક્રિય કરશે. પ્રમોશન, પદવી, અને માન-સન્માન મળવાની શકયતા છે. તમે કાર્યસ્થળે તમારું આગવી સ્થાન બનાવશો. યોગક્ષેમના પ્રયાસો સફળ થઈ શકે છે.
સલાહ: સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
મીન રાશિ – સ્પર્ધા અને શત્રુઓ પર વિજય
મંગળ તમારાં છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવશો. બીમારીઓથી રાહત મળશે અને રોજગાર ક્ષેત્રે પ્રગતિ થશે. રુટિન અને વ્યાયામ પર ધ્યાન આપો.
સલાહ: તણાવ ટાળવા માટે ધ્યાન અને આરામ જરૂરી છે.