Shukra Gochar 2025 શુક્રના ગોચરથી ખીલે જીવન: આ 5 રાશિઓને મળશે ધન, પ્રેમ અને સફળતાનો વરદાન
Shukra Gochar 2025 વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર ગ્રહને ભૌતિક સુખ, ધન, પ્રેમ, ફેશન અને સૌંદર્યનો પ્રતિનિધિ માનવામાં આવે છે. 29 જૂન 2025ના રોજ શુક્ર પોતાનાં ઘર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે પોતાના પુર્ણ બળ સાથે માલવિયા રાજયોગ બનાવશે. આ સમયગાળો પાંચ ખાસ રાશિઓ માટે સફળતાના નવા દરવાજા ખોલી શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિઓને થશે સૌથી વધુ લાભ અને શું છે આ શુભ સમય માટેના ખાસ ઉપાય.
વૃષભ રાશિ – આત્મવિશ્વાસ અને આકર્ષણમાં વૃદ્ધિ
શુક્ર તમારા પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે, જે વ્યક્તિગત પ્રગતિ માટે શ્રેષ્ઠ છે. તમારું વ્યક્તિત્વ મોહક બનશે, નોકરીમાં પ્રગતિ થશે અને વેપારમાં નફો મળશે. મિલકત કે વૈભવી વસ્તુમાં રોકાણ લાભદાયક રહેશે. પ્રેમ અને લગ્નજીવન પણ મધુર રહેશે.
ઉપાય: સફેદ વસ્ત્ર પહેરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો.
કર્ક રાશિ – આવકમાં વધારો અને ઈચ્છાઓ પૂરી થશે
શુક્રનો ગોચર 11મા ભાવમાં થઈ રહ્યો છે, જે લાભ અને ઈચ્છાપૂર્તિ સાથે સંકળાયેલો છે. નવા વેપાર ભાગીદારો મળશે, જૂના રોકાણોનું સારું વળતર મળશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે.
ઉપાય: શુક્રવારે દેવી લક્ષ્મીને કમળ અર્પણ કરો.
કન્યા રાશિ – ભાગ્યોદય અને કારકિર્દીનો ઉછાળો
9મા ભાવમાં શુક્રનો ગોચર ઉચ્ચ શિક્ષણ, વિદેશ યાત્રા અને ધંધાના વિસ્તરણ માટે શુભ છે. નોકરીમાં પ્રમોશન અને વિદ્યાર્થીઓને સફળતા મળે તેવી શક્યતા છે.
ઉપાય: જરૂરિયાતમંદોને ખીરનો ભોગ અર્પણ કરો અને શુક્ર મંત્રનો જાપ કરો.
મકર રાશિ – પ્રેમ અને સર્જનાત્મકતામાં તેજી
5મા ભાવમાં શુક્રની સ્થિતી તમારા પ્રેમ જીવન અને સર્જનાત્મક ક્ષમતાઓને ઉજાગર કરશે. આ સમય લેખન, કલા અને ડિઝાઇન ક્ષેત્રે લાભદાયક રહેશે.
ઉપાય: સફેદ ગાયને રોટલી ખવડાવો અને શુક્ર યંત્રની પૂજા કરો.
મીન રાશિ – સંવાદ અને નાની યાત્રાઓથી લાભ
શુક્રનો તૃતીય ભાવમાં પ્રવેશ તમારી વાતચીત અને વ્યાવસાયિક કુશળતામાં વધારો લાવશે. ટૂંકા પ્રવાસો લાભ આપશે અને નોકરીમાં નવી તકો આવશે.
ઉપાય: દૂધ અને ચોખાનું દાન કરો શુક્રવારે.
શુક્રના આ ગોચરથી આ પાંચ રાશિઓના જીવનમાં ખુશી, વૈભવ અને સફળતાના સંકેત છે. યોગ્ય ઉપાય અને સત્કર્મોથી આ શુભ ફળોને વધુ મજબૂત બનાવી શકાય છે.