Sun Transit 2025: આ 5 રાશિઓના લોકો માટે ચમકશે ભાગ્ય, 11 મેના રોજ સૂર્યદેવ કરશે કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ
Sun Transit 2025 જ્યોતિષ વિજ્ઞાન અનુસાર, સૂર્યનું ગોચર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે. 11 મે 2025ના રોજ બપોરે 1:26 વાગ્યે સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે પોતાનું નક્ષત્ર છે. આ ગોચર સૂર્યને વિશેષ રૂપે શક્તિશાળી બનાવશે અને કેટલાક રાશિના લોકોને આર્થિક, વ્યવસાયિક તથા વ્યક્તિત્વ સ્તરે વિશેષ લાભ આપશે.
આ વખતે સૂર્ય જ્યારે મેષ રાશિમાં રહીને કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે તેની ઊર્જા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધુ પ્રભાવક બનશે. 15 મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જે નાણાકીય સ્થિરતા, મિલકત સંબંધિત લાભ અને સર્જનાત્મક વિકાસ માટે અનુકૂળ સમય દર્શાવે છે.
ચાલો જાણીએ એવી પાંચ રાશિઓ વિશે જેમના માટે આ સૂર્ય ગોચર સુવર્ણ તક સાબિત થશે:
1. મેષ રાશિ
મેષ રાશિમાં સૂર્યનો પ્રવેશ પ્રથમ ભાવમાં થશે. આ તમારી વ્યક્તિગત ઊર્જા, આત્મવિશ્વાસ અને લીડરશિપ સ્કિલ્સમાં વધારો લાવશે. નવા વ્યવસાય શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. નોકરીમાં પ્રમોશન, પગાર વધારો અને નાણા સંબંધિત લાભ મળી શકે છે.
2. કર્ક રાશિ
કર્ક રાશિના દશમ ભાવમાં સૂર્ય ગોચર કરશે, જે કારકિર્દી, પ્રતિષ્ઠા અને ઓફિસમાં પદવૃદ્ધિને સપોર્ટ કરશે. નવી નોકરી કે સ્થાન પરિવર્તન માટે આ શુભ સમય છે. આવકમાં વધારો અને વેપારમાં નવી તકો મળશે.
3. સિંહ રાશિ
સૂર્ય સ્વગૃહમાં આવીને નવમું સ્થાન સક્રિય કરશે. નસીબ તમારું સાથ આપશે, વિદેશ યાત્રા અને ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળ સમય છે. આધ્યાત્મિક ઉન્નતિ અને વરિષ્ઠોના સહયોગથી કામમાં સફળતા મળશે. 15 મે પછી કારકિર્દી અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે.
4. મકર રાશિ
સૂર્યનો ચોથા અને પછી પાંચમા ઘરમાં ગોચર વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ બંને માટે લાભદાયક રહેશે. ઘરના માહોલમાં શાંતિ, પ્રેમ જીવનમાં સુમેળ અને અભ્યાસ-પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે.
5. મીન રાશિ
બીજા અને ત્રીજા ભાવમાં સૂર્યના ગોચરથી આર્થિક લાભ, પારિવારિક સુખ અને વાતચીતની કળામાં સુધારો થશે. રોકાણ કરવા માટે આ સારો સમય છે અને નોકરી કે વ્યવસાયમાં નવા સંપર્કો લાભ આપશે.
આ સૂર્ય ગોચર કેટલીક રાશિઓ માટે વાસ્તવમાં જીવન બદલાવાનુ વચન આપે છે. જો તમારી રાશિ ઉપરોક્ત યાદીમાં આવે છે, તો આ સમય દરમિયાન નવી શરૂઆત, રોકાણ કે કારકિર્દી વિષયક નિર્ણય લેવા પાછળ ન હચકાવશો.