Today Horoscope જ્યોતિષ મુજબ આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખાસ છે, જુઓ કેવાં રહેશે ગ્રહોની અસર તમારા જીવન પર
Today Horoscope આજનો દિવસ એટલે 29 જૂન 2025, રવિવાર. અષાઢ મહિનાની ચતુર્થી તિથિ સવારે 9:14 સુધી રહેશે, ત્યારબાદ પંચમી તિથિ શરૂ થશે. ગ્રહોની ગતિ મુજબ દિવસમાં અનેક યોગો અને નક્ષત્ર પરિવર્તન જોવા મળશે. ચંદ્ર કર્કથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે મંગળ અને કેતુ સાથે ત્રિગ્રહી યોગ બનાવશે. આ બદલાવ ઘણા લોકોના જીવનમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે.
આજના ભાગ્યશાળી રાશિઓ
મિથુન – વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. નવો ભાગીદાર મળી શકે છે. આર્થિક લાભ શક્ય છે. આત્મવિશ્વાસથી ભરેલો દિવસ.
સિંહ – ધાર્મિક કાર્યમાં રસ વધશે. નવું રોકાણ લાભદાયી રહેશે. સરકારી સહયોગ મળી શકે છે. જો તમે વિવાદોથી દૂર રહો તો દિવસ શ્રેષ્ઠ રહેશે.
વૃશ્ચિક – પ્રોપર્ટી સંબંધિત લાભ મળી શકે છે. રોકાણમાંથી નફો થશે. કાર્યક્ષેત્ર પર નોંધપાત્ર સુધારો થશે.
ધનુ – વિદ્યાર્થીઓ માટે શુભ સમય. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. ભવિષ્યના આયોજન માટે યોગ્ય સમય.
મકર – નવા અવસરો મળશે. આત્મવિશ્વાસ વધશે. હિંમતથી કામ કરશો તો સફળતા મળવી ચોક્કસ.
મીન – વડીલોના માર્ગદર્શનથી લાભ થશે. જૂના મિત્રો સાથે મળવા અને સારા સમાચાર મેળવવાની શક્યતા.
અન્ય રાશિઓ માટે
મેષ – વિવાદોથી બચો અને સાચી સલાહ લો. મુસાફરી લાભદાયી થઈ શકે છે.
વૃષભ – વધુ ઉત્સાહમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક બની શકે છે. આરોગ્યની કાળજી રાખો.
કર્ક – નવી યોજના બનશે, પણ અમલમાં વિલંબ થઈ શકે છે. વધુ મહેનત જરૂરી.
કન્યા – આજનો દિવસ ધીરજથી કામ લેવાનો છે. આત્મવિશ્વાસ પર નિયંત્રણ રાખો.
તુલા – વાણી પર નિયંત્રણ રાખો. ઘર બદલવાની યોજના સફળ બની શકે છે.
કુંભ – ઉપરી અધિકારીઓ સાથે વિવાદ ટાળો. નાણાકીય લાભ સાથે થોડી ચિંતા પણ રહશે.