કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

વડોદરા શહેરની ઉત્તરે ફાજલપુર-વાસદ નજીક NH-48 થી શરૂ થઈને, વડોદરા શહેરની પશ્ચિમમાં પસાર થઈને NH-48 સુધી દક્ષિણમાં વરનામા પાસે, લગભગ 32.20 કિ.મી. લગભગ 1500 કરોડના ખર્ચે રિંગ રોડ બનાવવાની યોજના છે. ભારે વાહનો વડોદરા શહેરમાં પ્રવેશવાને બદલે રીંગરોડનો ઉપયોગ કરવાનું પસંદ કરશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને આ રિંગરોડ થઈને વડોદરા શહેરમાં લાવવાને બદલે રિંગ રોડ પરથી જ પસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વડોદરા શહેરમાં આવતા વધારાના ટ્રાફિકને બાયપાસ કરી શકાય. તેમજ ભારે વાહનો વડોદરા શહેરમાં પ્રવેશવાને બદલે રીંગરોડનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. જેના કારણે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોના સમય અને…

Read More

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR) વધારવાની જાહેરાત કરી છે. આ સાથે કરોડો ગ્રાહકો પર લોનનો બોજ વધશે. આ સિવાય બેંકે તેના બેઝ રેટમાં પણ વધારો કર્યો છે. મતલબ કે જે ગ્રાહકોએ SBI પાસેથી બેઝ રેટ પર લોન લીધી છે, હવે તેમની EMI પણ વધવા જઈ રહી છે.બેંક આ દરોને પ્રમાણભૂત ગણીને ગ્રાહકોને લોન આપે છે. વધેલા નવા વ્યાજ દરો આજથી એટલે કે 15 માર્ચથી લાગુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ બંને દરોને ત્રિમાસિક ધોરણે સુધારે છે. SBI ના નવા વ્યાજ દરો…

Read More

INDvsAUS: વિરાટ કોહલીની (54) અડધી સદી નિરર્થક ગઈ કારણ કે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતને 21 રને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી. ઓસ્ટ્રેલિયાએ ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 21 રને હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ નીચલા ક્રમના બેટ્સમેનોની ઉપયોગી ઇનિંગ્સની મદદથી પ્રથમ બેટિંગ કરતા 269 રન બનાવ્યા હતા.તે પછી એડમ ઝમ્પાની આગેવાનીમાં બોલરોએ શાનદાર બોલિંગ કરીને ભારતીય દાવને 49.1 ઓવરમાં 248 રનમાં સમેટી લીધો હતો. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બોલિંગ વડે ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. પ્રથમ પાવરપ્લેમાં મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે ભારતીય બોલરોની સામે રન ઉમેર્યા હતા.…

Read More

કપિલ શર્માની ઝ્વીગાટો ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જ્યારે આ ફિલ્મ પહેલા દિવસે કંઈ ખાસ કરી શકી નથી, તમને જણાવી દઈએ કે નાના પડદાના સુપરસ્ટાર કપિલ શર્માએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કિસ કિસકો પ્યાર કરુંથી કરી હતી.કારણ કે તે એક કોમેડી ફિલ્મ હતી, લોકોને થોડી ગમતી હતી, પરંતુ પછી તેણે પોતાની ફિલ્મ ફિરંગી બનાવી, જે થિયેટરોમાં બહુ ચાલી નહીં અને ફ્લોપ સાબિત થઈ, જ્યારે હવે કપિલ શર્મા ફિલ્મ ઝ્વીગાટો લઈને આવ્યા છે. કપિલ શર્મા કહે છે કે આ ફિલ્મ સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી છે, અને મને ખાતરી છે કે તે સારું પ્રદર્શન કરશે. કોરોના મહામારીના કારણે આખી…

Read More

રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ભારે પવન, માવઠું અને કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થતા રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિત અન્ય બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોના અને નવા વાયરસ H3N2, H3N1નું સંક્રમણ વધતા કેસમાં વધારો થયો છે. ત્યાર હવે આ મામલે વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ‘રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા’ મળતી માહિતી મુજબ, ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ નવા H3N2 વાયરસના કારણે એકપણ મોત નોંધાયુ નથી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો હતો…

Read More

રાજ્યના ચાર મોડલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે ડાંગ જિલ્લાના કોશિમદા ગામ, છોટાઉદેપુર જિલ્લાના પુનીયાવત ગામ, વલસાડ જિલ્લાના નલીમધની ગામ અને સુરત જિલ્લાના મોર ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત ચાર ગામના રહેણાંક મકાનો તેમજ અન્ય જાહેર માલિકીની ઇમારતોમાં અંદાજે ૪૫૦૦ જેટલી LED ટ્યુબ લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ૪૫૦૦ નંગ LED ટ્યુબ લાઈટથી દર વર્ષે અંદાજે ૪.૫ લાખ યુનિટ વીજળીની બચત અને દર વર્ષે ૩૬૫.૫ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આમ, ઊર્જા કાર્યક્ષમ LED ટ્યુબ લાઈટથી સારા પ્રકાશ સાથે વીજળીના બિલમાં રાહત અને વીજળીના ઓછા વપરાશના કારણે પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે. ચાલુ વર્ષ દરમિયાન…

Read More

ગાંધીનગર એચએનટુ વાયરલ સામે રાજ્ય સરકારે જે પગલા લીધા તેને લઈને આરોગ્ય મંત્રી અવગત કરાવતા કહ્યું કે, ગભરાવવાની જરુર નથી. સરકારે દવાની જરુરીયાત પૂર્ણ કરી છે. હજું સુધી એક પણનું મોત H3N2 વાયરસના કારણે થયું નથી. એચથ્રીએનટુ વાયરસ અંગે રાજ્ય સરકારે શું પગલા લીધા તે અંગે સરકાર તરફથી આરોગ્ય મંત્રીએ કેટલીક વિગતો સ્પષ્ટ કરી હતી. વિધાનસભામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રોગચાળા સામે તૈયારીના ભાગરુપે ઈન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. સીઝનલ ફ્લૂના લક્ષણોના ટેસ્ટ રાજ્યની 13 લેબોરેટરીમાં વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. વાયરસથી કોઈ પણ પ્રકારે ડરવાની જરુર નથી. રાજ્યમાં H3N1ના 83 કેસ H3N2 વાયરસથી…

Read More

અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં યુએસ બેન્કની કટોકટી અને તેની અસર હેઠળ યુરોપ સહિત અન્ય દેશોની બેન્કો આવતાં વૈશ્વિક મંદીનું જોખમ વધુ ઊંડું બન્યું છે. દરમિયાન, ઘણા નિષ્ણાતોએ સંભાવના વ્યક્ત કરી છે કે આ માત્ર શરૂઆત છે, હજુ ખરાબ આવવાનું બાકી છે. એક તરફ જ્યાં યુએસમાં સિલિકોન વેલી, સિગ્નેચર બેંક ડૂબી ગઈ છે, જ્યારે ફર્સ્ટ રિપબ્લિક સહિત છ બેંકો પડી ભાંગવાના આરે છે, તો બીજી તરફ યુરોપમાં ક્રેડિટ સુઈસ મુશ્કેલીમાં છે. ક્રેડિટ સુઈસના ડૂબવાની આગાહી કરતી વખતે, પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડૅડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ પણ બચાવના પગલાં બતાવ્યા છે. 2008ની મંદી પહેલા પણ આગાહી કરવામાં આવી હતી સૌથી પહેલા વાત…

Read More

OpenAI એ 17 માર્ચે જાહેરાત કરી હતી કે તે ChatGPT Plus, તેના વાયરલ ચેટબોટ ChatGPT માટે સબસ્ક્રિપ્શન પ્લાન ભારતમાં લાવી રહી છે. આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ લેબ તેના ટેક્સ્ટ-જનરેટિંગ પ્રોડક્ટના મોનેટાઇઝેશનને ઝડપી બનાવવા માંગે છે. $20 ની માસિક ફી માટે, ChatGPT Plus કસ્ટમરને નવી સુવિધાઓ અને સુધારાઓ, વાતચીત દરમિયાન ઝડપી પ્રતિભાવ સમય અને સૌથી વધુ માંગના સમયે પણ ChatGPT ની ઍક્સેસ આપશે. સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપે 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રથમ વખત યુ.એસ.માં કસ્ટમર માટે પ્રાયોગિક ધોરણે ChatGPT પ્લસ રજૂ કર્યું છે. યુઝર્સ ChatGPT વેબ એપ્લિકેશન દ્વારા આ પ્લાન…

Read More

રાજસ્થાનના ભરતપુરના બીજેપી જિલ્લા પ્રમુખ જગત સિંહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ વિદેશમાં આપણા બંધારણ પર થૂંકીને આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પાગલખાનામાં નાખી દેવા જોઈએ. ત્યાં તેમની સારવાર થશે જેનો ખર્ચો હું આપવા માટે તૈયાર છું. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને તેમના નાના-નાની અને પિયર મોકલી દઈશું. આખી કોંગ્રેસને જેલમાં નાખી દેવામાં આવશે – જગતસિંહ તમામ કોંગ્રેસીઓને દેશદ્રોહી ગણાવતા જગતસિંહે કહ્યું કે આગામી વખતે દેશમાં ભાજપ બહુમતી સાથે સત્તામાં આવશે અને આખી કોંગ્રેસને જેલમાં પૂરી દેવામાં આવશે. ત્યારે બીજેપી પ્રદેશ…

Read More