એક તરફ જ્યાં મંગળવારે સોનું મોંઘુ થયું તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. પીટીઆઈના જણાવ્યા અનુસાર વૈશ્વિક સોનાના ભાવમાં કરેક્શન અને રૂપિયો મજબૂત થવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાના ભાવમાં રૂ. 32નો નજીવો વધારો થઈને રૂ. 49,619 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉના કારોબારમાં સોનું રૂ. 49,587 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેનાથી વિપરિત, ચાંદી અગાઉના વેપારમાં રૂ. 63,914 પ્રતિ કિલોગ્રામથી રૂ. 440 ઘટીને રૂ. 63,474 પર આવી ગઈ હતી. ભારતીય રૂપિયો મંગળવારે યુએસ ડોલર સામે 29 પૈસા વધીને 75.31 પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.5 ટકા ઘટીને 1,861 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ…
કવિ: SATYA DESK
યુપીના કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહનું એક નિવેદન ચર્ચામાં છે. બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે અસદુદ્દીન ઓવૈસી અમારા જૂના મિત્ર છે. તેમણે ઓવૈસીને ક્ષત્રિય ગણાવ્યા છે. સિંહે કહ્યું કે તેઓ રામના વંશજ છે, તેઓ ઈરાનથી આવ્યા નથી. તેમણે આ વાત તેમના પુત્ર અને ભાજપના ગોંડા સદરના ઉમેદવાર પ્રતીક ભૂષણ શરણ સિંહ માટે આયોજિત ચૂંટણી સભામાં કહી હતી. બ્રિજભૂષણ શરણ સિંહે પોતાના લોકોને તેમના પુત્રને મત આપવાની અપીલ કરી અને કહ્યું કે જો પ્રતિક જીતશે તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પડખે ઉભા રહેશે. જો અન્ય કોઈ જીતશે તો તે આતંકવાદીઓની પડખે ઊભો રહેશે. બ્રિજ ભૂષણે કહ્યું કે અસદુદ્દીન…
CAની પરીક્ષાનું પરિણામ ગઈ કાલે આવી ગયું છે. ઘણા વિધાર્થીઓ આ પરીક્ષા આપે તો છે પરંતુ બધા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ નથી થઈ શકતા. તેવામાં આપણા ગુજરાતના સુરતની એક દીકરી સમગ્ર ભારતમાં સૌથી વધુ અંક મેળવીને પ્રથમ આવી છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જોકે વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ વખતની પરીક્ષા ઘણી અઘરી હતી પરંતુ વિદ્યાર્થોઓની કઠોર મેહનત રંગ લાવી છે. CA બનવા શું કરવું જોઈએ? CAનો મતલબ Charted Accountant છે. જો તમે પણ CA બનવા માંગો છો તો આજે અમે તમને જણાવીશું કે CA બનવા માટે શું કરવું જોઈએ. આપણા દેશમાં CAની પરીક્ષાને ખૂબજ અઘરી માનવામાં આવે…
વલસાડ જિલ્લામાં મોટરીંગ પબ્લિકની સગવડતાના હેતુસર ફોરવ્હીલર વાહનોની GJ-15-CM સીરિઝમાં પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે. આ હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ હરાજી માટેનું ફોર્મ તા.૧૦/૦૩/૨૦૨૨ના રોજ રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૨/૦૩/૨૦૨૨ના રોજ રજિસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે.તા.૧૩/૦૩/૨૦૨૨ ના રોજ હરાજી માટેનું બીડિંગ ઓપન થશે અને તા.૧પ/૦૩/૨૦૨૨ના રોજ ઓપન થશે. ત્યારબાદ અરજદારે પાંચ દિવસમાં તેમના ફોર્મ જમા કરાવવાના રહેશે. અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી છે. વેલીડ સી.એન.એ. ફોર્મ રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્ફળ જાહેર કરાશે.હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં…
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહયા છે ત્યારે તલાટી ફરજ દરમ્યાન દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે.મહીસાગર જિલ્લાની ડેભારી ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી સહિત 5 લોકોએ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂ મહેફિલનો વીડિયો સાચો છે. અમે કામ માટે જઇએ તો તલાટી સાહેબ દારૂની બોટલો માંગે છે. અમારી માંગણી છે કે, આ તલાટીને બદલે અમને સારો તલાટી આપો. જેથી અમારા વિકાસના કામ થઇ શકે. મહીસાગરના ડેભારી ગામના તલાટી રમેશ ચૌહાણ દારૂની મહેફિલ માણતા મોબાઇલમાં કેદ થયા છે. તલાટી કર્મીએ દારૂ પાર્ટી કરીને દારૂબંઘીમાં પણ દારૂ મળતો હોવાની વાત સાબિત…
AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ હુમલાનો જોરદાર વિરોધ વચ્ચે પોલીસે બે ઈસમોને ઝડપી લીધા છે. અસદુદ્દીન ઓવૈસી ઉપર હુમલો થતા તેઓના સમર્થકો આજે ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે દારુલ ઉલૂમ ચોકમાં એકઠા થયા હતા. અહીંથી તેઓ દેવબંદ-ગંગોહ બાયપાસ પર સ્થિત ઉર્દૂ ગેટ પર પહોંચ્યા અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે યુપીમાં ખુલ્લેઆમ ગુંડાગીરી થઈ રહી છે. જે કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી પર ઘાતક હુમલો એક મોટા…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7606 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 13195 લોકોને રજા આપવામાં આવી હતી અને 34 મૃત્યુ નોંધાયા હતા. કુલ સક્રિય કેસ 63 564 છે. અહીં, ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બંધ જગ્યાઓમાં લગ્ન સમારંભો મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદા સાથે અને ખુલ્લી જગ્યામાં વધુમાં વધુ 300 લોકો સાથે યોજી શકાય છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ 11 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.ગુજરાતમાં અગાઉના હિસાબે હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દરમિયાન, દેશમાં એક દિવસમાં વધુ 1,72,433 લોકો પોઝિટિવ હોવાની પુષ્ટિ સાથે ભારતમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 4,18,03,318…
અસદુદ્દીન ઓવૈસી એ દાવો કર્યો કે બે લોકોએ મારી કાર પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટના ને લઈ ભારે ચકચાર મચી ગઈ છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે હું મેરઠના કિથોરમાં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઈ રહ્યો હતો. છિઝરસી ટોલ પ્લાઝા પાસે બે માણસોએ મારી કાર પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું; તેઓ કુલ ત્રણ-ચાર જણ હતા. મારી કારના ટાયર પંકચર થઈ ગયા, હું બીજી કારમાં બહાર નીકળ્યો.
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાંધાજનક સામગ્રી દૂર કરવાના તેના આદેશનું સન્માન ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટ્વિટરને આ મુદ્દે શા માટે બંધ ન કરવું જોઈએ તે સમજાવવા કહ્યું છે. કોર્ટે કહ્યું, તમારે કાયદાનું ફરજિયાતપણે પાલન કરવું પડશે, નહીં તો તમારે તમારી દુકાન બંધ કરી દેવી જોઈએ. ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એમ. સત્યનારાયણ મૂર્તિની ડિવિઝન બેન્ચે કહ્યું કે ટ્વિટરની પ્રવૃત્તિ કોર્ટની અવમાનના સમાન છે. ડિવિઝન બેન્ચે સોમવારે પૂછ્યું કે શા માટે તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. કોર્ટે ટ્વિટરને આગામી સુનાવણીના દિવસે આ અંગે સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે…
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ 2022 રજૂ કર્યું, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ માથું પકડીને જોવા મળી રહ્યા છે. આજે, બજેટ 2022 માં, સીતારમણે જનતા માટે મોટી જાહેરાતો કરી.ગૃહમાં હાજર તમામ સાંસદો નાણામંત્રીની ઘોષણાઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન લોકસભામાંથી રાહુલ ગાંધીની આવી તસવીર સામે આવી છે, જેમાં તેઓ માથું પકડીને બેઠા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રાહુલ ગાંધીના ફોટો વિશે મીમ્સ શેર કરી રહ્યા છે. સરકારે નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ સાથે દગો કર્યોઃ કોંગ્રેસ મંગળવારે, કેન્દ્રીય બજેટની રજૂઆત પછી, કોંગ્રેસે આરોપ લગાવ્યો કે…