શીના બોરા મર્ડર કેસમાં ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 2012માં પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં રહેલી ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. પત્રમાં ઈન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જોઈએ. મુખર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે કાશ્મીરમાં શીના બોરા જીવિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ મીડિયા કાર્યકર અને શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જેલમાં તેને મળેલી એક મહિલા કેદીએ કહ્યું છે કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. ઈન્દ્રાણીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. તો…
કવિ: SATYA DESK
લખીમપુર ખેરી હિંસા કેસમાં એસઆઈટીના રિપોર્ટ બાદ જ્યાં રાહુલ ગાંધીની સાથે વિપક્ષે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગણી તેજ કરી છે, ત્યારે કેન્દ્ર સરકાર અત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાના મૂડમાં નથી. . વાસ્તવમાં, જ્યારે ટેનીના રાજીનામા અંગે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમના જવાબથી એવું લાગતું હતું કે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં નથી. જોશી સુપ્રીમ કોર્ટને ટાંકીને પ્રશ્નો ટાળતા જોવા મળ્યા હતા. ટેનીના રાજીનામાના સવાલ પર સરકારે આ જવાબ આપ્યો વાસ્તવમાં જ્યારે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામા પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે…
સગીરના વયના બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું નવસારીમાં ધોરણ 12ની વિધાર્થીનીએ ટૂંકાવ્યું જીવન. ગુજરાતમાં દિન પ્રતિદિન સગીર વયના બાળકોના આત્મહત્યાનાં વધતાકેસોથી સામાજિક ચિંતા વધી છે. એવું તો શું કારણ છે કે તરુણ વયના છોકરા – છોકરીઓ સામે ચાલીને આત્મ હત્યા જેવું આત્યંતિક પગલું ભરે છે ? છેલ્લા પાંચ દિવસમાં આ ચોથી-પાંચમી ઘટના સામે આવી છે મંગળવારે જ વડોદરામાં ધોરણ 12મા અભ્યાસ કરતા બે જોડિયા ભાઈઓએ આત્મહત્યા વહોરી હતી,જેમાં એક ભાઈનું મોત નીપજ્યું હતું. હવે, દક્ષીણ ગુજરાતના નવસારીના જલાલપોરનાં વેસ્મા ગામની 12માં ધોરણમાં અભ્યાસ કરતી તરુણીએ આત્મહત્યા વહોરી લેતા ચકચાર મચી ગઈ છે જો કે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે જેમાં, પોલીસ…
પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યો છે. જેમાં એક કોન્સ્ટેબલ શેલેન્દ્ર પ્રતાપસિંહ શહિદ થયા હતાં એક બહેન જ્યોતિ એ પોતાના ભાઈ ને ગુમાવ્યો હવે જ્યારે તેના લગ્ન હોય ને ત્યારે ભાઈ ની યાદ થી આંખો છલકાઇ જાય પરંતુ કેહવાય છે ને ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં સુખ દુઃખ માં સાથે રેહવાની ભાવના દરેક ભારતવાસી માં જોવા મળે છે સીઆરપીએફ ના જવાનો એ એક જૂથ થઈ ને શહીદ વીર ની બહેન ના લગ્ન માં હાજરી આપી હતી ઉત્તર પ્રદેશમાં થયેલ આ લગ્ન માં જવાનો એ એક ભાઈ તરીકે ની બધી…
ભાજપના જ એક અગ્રણી ની ‘ભેદી’ સક્રિયતા સવાલો ઉઠાવે છે ભાજપના એક પ્રદેશ કક્ષાના હોદ્દેદાર પર અદ્રશ્ય દબાણ આવતા સરપંચ ના એક ઉમેદવાર ને તેઓ ખાનગી માં મદદ કરી રહ્યા ની વાતે રાજકારણ ગરમાયુ : વ્યાપક ચર્ચા ભાગડાવડા ગ્રામ પંચાયત ઉપરજુના સરપંચ ધર્મેશ પટેલ,નરેશકાકા પટેલ અને ગૌરવ આહીર સરપંચ પદ માટે ઉભા હોય ઉમેદવારો માં પ્રતિષ્ઠાભર્યો ત્રિપાખીયો જંગ ખેલાશે દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ ગ્રા.પં ની ચુંટણીઓ માટે ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે અને તેમાંય અહીં ખાસ વાત એવી ગરમ ગરમ ચર્ચા જગાવી રહી છે કે એક બેઠક ઉપર ભાજપ ના જ ભાજપ ને નુકશાન કરાવે તેવી વાતો…
ગુજરાતમાં કોરોનાના આંકડા પ્રતિદિવસ વધી રહ્યા છે. તેવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 56 નવા કેસ નોંધાયા છે અને 32 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. રાજયભરમાં કોરોના વાયરસના કુલ 548 કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 542 લોકો સ્ટેબલ છે. 8,17,487 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 10098 ગુજરાતીઓના કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જોકે રાહતની વાત કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. વડોદરા કોર્પોરેશનમાં 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 8, જામનગર-કચ્છમાં…
નવી દિલ્હી: ભારતમાં પણ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ભારતમાં રવિવારે ટોટલ પાંચ નવા કેસ નોંધાયા હતા. જેમાં કેરળમાં રવિવારે પણ ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે. ચેપગ્રસ્ત દર્દી બ્રિટનથી અબુ ધાબી થઈને ભારત આવ્યો છે. આ સાથે દેશમાં એમીક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અગાઉ મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાયરસના એમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. એક 40 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી દિલ્હી થઈને નાગપુર પહોંચ્યો છે.રવિવારે જ કર્ણાટક ચંદીગઢ અને આંધ્ર પ્રદેશમાં પણ ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, ભારત સરકાર ઓમિક્રોનના સંક્રમણને…
સાઉદી અરેબિયાએ તબલીગી જમાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ સંગઠનને સમાજ માટે ખતરો અને આતંકવાદનો એક પ્રવેશદ્વાર ગણાવ્યો છે. સાઉદી ઈસ્લામિક બાબતોના મંત્રાલયે મસ્જિદના ઈમામોને આદેશ આપ્યો છે કે તેઓ શુક્રવારની નમાજ માટે આવતા લોકોને તબલીગી જમાતની વાસ્તવિકતા વિશે જણાવે. સાઉદી અરેબિયામાં ઇસ્લામિક મામલાના મંત્રી ડો.અબ્દુલતીફ અલ શેખે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે મસ્જિદોના ઈમામોને નિર્દેશ આપ્યો કે તેઓ શુક્રવારની નમાજ માટે આવનાર લોકોને જમાતની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરે. સાઉદી સરકારે મસ્જિદોના મૌલવીઓને સૂચના આપી છે કે તે લોકોને જણાવે કે તબલીગી જમાત કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, લોકોને ઉંધા રસ્તે ભટકાવી રહી છે. સાઉદી સરકારે…
બ્રિટનમાં (યુકે) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દર્દીઓ હોસ્પિટલોમાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે.દેશના શિક્ષણ પ્રધાન નદીમ ઝહાવીનું કહેવું છે કે લંડનમાં નોંધાયેલા કોરોના સંક્રમણના ત્રીજા ભાગના કેસ નવા ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણના છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે કોરોના રસીના બે ડોઝ પૂરતા નથી અને જેઓ બૂસ્ટર ડોઝ લઈ શકે છે તેઓએ તે જરૂર લઈ લેવું જોઈએ. જાન્યુઆરીમાં શાળા ખોલવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તે દરેકને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જોકે, શાળાઓ ખુલ્લી રહેશે કે નહીં તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમને…
અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં ભયાનક વાવાઝોડાઓએ ભારે વિનાશ કર્યો છે. આ દુર્ઘટનામાં 70થી વધારે લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને 100 થવાની આશંકા દર્શાવવામાં આવી છે. કેન્ટકીના ઈતિહાસમાં આ સૌથી ભયાનક રાત હતી. કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, અર્કાન્સાસથી કેન્ટકી થઈને છ રાજ્યોમાં નાના-મોટા 30થી વધારે વાવાઝોડાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાનાં કારણે સાત રાજ્યોમાં 3.40 લાખથી વધારે ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો. મિસૌરી, ટેનેસી અને મિસિસિપ્પીના અનેક ભાગોમાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો હોવાનો રિપોર્ટ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક વાવાઝોડા અથવા અનેક વાવાઝોડાઓએ આર્કાન્સાસ અને કેન્ટકી એમ બે રાજ્યોમાં 322 કિ.મી. લાંબા…