વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. જો કે, થોડા સમય પછી તે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે પીએમ મોદીના એકાઉન્ટમાંથી બિટકોઈનને લઈને સ્કેમ લિંક શેર કરી હતી. પીએમ ઓફિસ દ્વારા 12 ડિસેમ્બરે અડધી સવારે 3 (am) વાગ્યે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી, “પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ સાથે થોડા સમય માટે ચેડા કરવામાં આવ્યા છે. આ બાબતની જાણ ટ્વિટરને કરવામાં આવી હતી અને એકાઉન્ટને તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું હતું.” કોઈપણ ટ્વિટ આ સમય દરમિયાન શેર કરેલી અવગણના કરવી જોઈએ.” સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે તે ટ્વીટ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે, જે પીએમના…
કવિ: SATYA DESK
રાજ્યમાં કોરોના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હાલમાં લગ્નની સિઝન હોવાથી લોકોની લગ્ન પ્રસંગોમાં અવરજવરને કારણે કોરોના કેસોની સંખ્યા વધી છે. ઓમિક્રોનને લઇને તમામ પ્રકારની સાવચેતી રખાઈ રહી છે. જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોનના ત્રણેય દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહયા છે અને ગતરોજ 63 પોઝીટીવ કેસ નોંધાવા સાથે 3 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 160 દિવસ બાદ 3 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજકોટ, ભાવનગર અને વલસાડમાં 1-1 દર્દીઓનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 480 પર પહોંચી…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહયા છે, ત્યારે સરકાર પાટીદાર આંદોલનમાં જોડાયેલા યુવાનો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા માટે સરકાર ની હિલચાલ સામે રાજકારણ ગરમાયુ છે. ભાજપના પાંચ પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઇને પાટીદારો પરના કેસો પરત ખેંચવાની ભલામણ કર્યા બાદ હવે પાટણના ભાજપના જ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ અન્ય સમાજોએ પણ પોતાની માંગણીને લઇને આંદોલન કર્યું હતું અને તેમના ઉપર પણ પોલીસ કેસ કર્યા હોય તેવા રાજકીય આંદોલનકારીઓ જેમ કે કરણી સેનાના રાજ શેખાવત, ઠાકોર સમાજના નવઘણજી ઠાકોર સહિત અગ્રણીઓ ઉપર થયેલા કેસો પરત ખેંચવા…
મુસ્લિમ સગીરા અને હિન્દૂ યુવક ઘરે થી ભાગી છૂટ્યા બાદ નારી સંરક્ષણ ગૃહ માં રહેલી સગીરા 18 વર્ષની થતા પ્રેમી યુવકે પોતાની પ્રેમિકાને પરત મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસમાં કોર્ટે પ્રેમીની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. અગાઉ પ્રેમી પોતાની પ્રેમિકા સાથે ભાગી ગયો ત્યારે સગીરા ની ઉંમર 17 વર્ષ હોવાથી તેને જુનાગઢ નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. જોકે, હવે તેની ઉંમર 18 વર્ષ થઈ જવાથી કોર્ટ સમક્ષ તેણે પોતાના પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા કોર્ટે પરવાનગી આપી હતી. ગીર સોમનાથના કોડીનારમાં હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ જતા બંને વર્ષ 2020માં લગ્ન માટે ભાગી છૂટ્યા…
મુંબઈમાં ઓમિક્રોનના કેસ બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. અહીં 11-12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલી, સરઘસ અને મોરચા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આદેશનું પાલન ન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા ચૂક્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 કેસ નોંધાયા હતા. તેમાંથી ત્રણ કેસ મુંબઈમાં અને 4 કેસ પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળી આવ્યા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે. આ ત્રણેય નાગરિકો તાન્ઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકા દેશથી આવ્યા…
યુએસ દ્વારા આયોજિત ડેમોક્રેસી સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકશાહી માત્ર લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે નથી, પરંતુ તે ‘લોકોની સાથે, લોકોની અંદર’ હોવું જરૂરી છે. શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા પીએમ મોદીએ કહ્યું, “આપણે બધાએ આપણી લોકતાંત્રિક પ્રથાઓ અને પ્રણાલીઓમાં સુધારો કરતા રહેવું જોઈએ.” આપણે સતત સમાવેશ, પારદર્શિતા, માનવીય ગૌરવ અને સત્તાનું વિકેન્દ્રીકરણ વધારવાની જરૂર છે. આ સમિટનું આયોજન યુએસ પ્રમુખ જો બાઈડેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને તેની પાસે 2,500 વર્ષ જૂની લોકતાંત્રિક પરંપરાઓ છે”. “ભારત ‘મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ’ કરાવવાની અને નવા…
મોંઘવારી ફાટી નીકળી છે,કોઈ કોઈ નો કોઈ ઉપર અંકુશ નથી,આવા સંજોગો માં કોરોના ની સારવાર માં જનતા બેહાલ થઈ ગઈ છે,લોકો એ સારવાર માટે ઘર,જમીન,ઘરેણાં તેમજ મહામૂલી બચત વેચી બરબાદ થઈ ગયા છે પણ બીજી તરફ ધારાસભ્યો ને સારવાર ખર્ચ મળ્યો છે તે ચોંકાવનારો છે. આજે મીડિયા રિપોર્ટ માં આંકડા સાથે દાવો કરવામાં આવ્યો છે કે કોરોના માં ધારાસભ્યો નો ખર્ચ સરકારી તિજોરી માંથી લાખ્ખો માં વસુલ કરવામાં આવ્યો છે, યુવા ધારાસભ્ય અને હવે ગૃહમંત્રી બનેલા હર્ષ સંઘવી એ કોરોના ની સારવાર માટે કુલ રૂ. 17,50,000 ની રકમ સરકારી તિજોરી માંથી વસૂલી છે તો કોંગ્રેસ ના નિરંજન ભાઈ પટેલે રૂ.16…
મીરા રાજપૂતે તસવીરે શેર કરતા યૂઝર્સે ટ્રોલ કરી બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેની દરેક પોસ્ટ યૂઝર્સ ખુબ પસંદ કરે છે. પરંતુ આ વખતે મીરા રાજપૂતે એક એવો ફોટો પોસ્ટ કરી નાખ્યો કે જેના કારણે ખુબ ટ્રોલ થઈ રહી છે. મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં તેનો પુત્ર ઝેન પણ સાથે છે પરંતુ તેનો ચહેરો દેખાતો નથી. ફોટામાં મીરા રાજપૂત જંપસૂટમાં ખુબસુરત લાગે છે. તેણે યલ્લો બેગ કેરી કરી છે. ગ્લાસી ન્યૂડ મેકઅપ અને વ્હાઈટ ઈયરિંગ્સ તેના…
ગુજરાતમાં કોંગ્રેસ માં જગદીશ ઠાકોર ની એન્ટ્રી થતા જ તેઓ કામે લાગ્યા છે અને ખુબજ આત્મ વિશ્વાસ ધરાવે છે તેઓ એ ગુજરાત કોંગ્રેસ ની કમાન સંભાળતા જ 125 સીટો કબ્જે કરશે તેમ જણાવી દીધું છે અને તેઓ એ ભાજપ અને ભાઉ સાહેબ ની 182 સીટનો લક્ષ્યાંક ની વાત સામે સવાલ કરી જણાવ્યું છે કે આ દેશમાં લોકશાહી અને બંધારણ સમાપ્ત થઇ ગયું છે ? 182 સીટ લઈને રાજ કરવું છે. આ વાત જ બંધારણીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બિલકુલ બેહૂદી લાગે અને જાણે ગલીનું બાળક બોલતું હોયને એવું લાગે, તેઓ એ કહ્યું કે લક્ષ્યાંક પ્રજા નક્કી કરવાની છે. તેમ…
હેલિકોપ્ટર દુર્ઘટના સંબંધિત અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર ધ હિન્દુ દ્વારા પેજ નંબર 8 પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ સમાચાર અનુસાર, તામિલનાડુ પોલીસે ગુરુવારે ધુમ્મસવાળા હવામાનમાં ઓછી દૃશ્યતા વચ્ચે કુન્નુરમાં અકસ્માત સ્થળ પર ડ્રોન ઉડાવ્યું અને પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના અકસ્માત તપાસ બોર્ડના અધિકારીઓએ અગાઉ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તમિલનાડુના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ધ હિંદુને જણાવ્યું, “અમે કેસ નોંધ્યો છે અને પ્રત્યક્ષદર્શીઓ સિવાય લોકોની પૂછપરછ શરૂ કરી છે. એરફોર્સ પાસે એરક્રાફ્ટ ફોરેન્સિક જેવી ટેકનિકલ બાબતોમાં નિષ્ણાત છે. તેમની પાસે આ કેસોની તપાસનો અનુભવ પણ છે. એક અધિકારીએ ધ હિંદુને જણાવ્યું, “ગુરુવારે…