દુનિયાના ઘણાં દેશોમાં વર્ક ફ્રોમ હોમના વિચારને વધતે ઓછે અમલી બનાવાયો છે. ભારતમાં પણ આ અંગે તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં આશરે ૯૦ ટકાથી વધુ કર્મચારીઓએ ઘરે બેઠાં જ કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી, જોકે સામે પક્ષે ૭૫ ટકાથી વધુ નોકરીદાતાઓને આ વિચાર અનુકૂળ જણાયો નહોતો. ટાઈમ્સજોબ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર આશરે ૬૦ ટકાથી વધુ કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમની કોઈ નીતિ નથી. એટલું જ નહીં પરંતુ ૭૫ ટકાથી વધુ કંપનીઓ આ વિચારને સમર્થન આપતી નથી. જેની સામે ૯૦ ટકાથી વધુ કર્મચારીઓ ઈચ્છે છે કે તેમને ઘરે બેઠાં બેઠાં જ ઓફિસનું કામ કરવાની મંજૂરી મળવી જોઈએ. આશરે ૮૦૦ કંપનીઓ અને…
કવિ: SATYA DESK
આવતીકાલે કેન્દ્રની મોદી સરકાર શાસનના ૩ વર્ષ પુરા કરવા જઇ રહી છે ત્યારે ભાજપે જશ્ન મનાવવાના કાર્યક્રમો ઘડી કાઢયા છે. મળતી માહિતી મુજબ ભાજપ પોતાની ઉપલબ્ધીઓ લોકોને જણાવશે. પક્ષ આ માટે જોરદાર જશ્ન યોજવા જઇ રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજથી અનેક કેન્દ્રીય પ્રધાનોને દેશભરમાં મોકલ્યા છે અને તેઓ ૧પ જુન સુધી દેશભરનો પ્રવાસ કરી મોદી સરકારની ઉપલબ્ધીઓ જણાવશે. પક્ષે આ માટે ૪૦૦ નેતાઓને દોડાવ્યા છે.આ બધા નેતા આવતા ર૦ દિવસ સુધી દેશના ૯૦૦ જગ્યાઓનો પ્રવાસ કરશે. પીએમ મોદી આવતીકાલે ગુવાહાટીમાં એક જનસભાને સંબોધન કરી ઉજવણી કરશે.
બોલિવૂડ ભાઈ સલમાન ખાન અને તેના ભાઈ અરબાઝ ખાન વચ્ચે ના સબન્ધો માં ફૂટ પડી છે, થોડા સમય પેહલા જ પોતાની એક્સ વાઈફ સાથે છૂટાછેડા લીધા પછી હવે અરબાઝ ખાન પોતાના મોટા ભાઈ સલમાન થી પણ ઘણા નારાજ છે. પોતાની હોમ પ્રોડક્સન ની ફિલ્મ ને સમય ન આપી શકતા બેવ વચ્ચે ના સબંધ માં દરાર પડી છે. સલમાન હાલ માં પોતાની ઉપકમીંગ ફિલ્મ ‘ ટાઇગર ઝિંદા હે ‘ ના શુટિંગ માં વ્યસ્ત છે અને મળતી માહિતી મુજબ આ ફિલ્મ પૂર્ણ થયા બાદ સલમાન પ્રભુ દેવા ની આગામી ફિલ્મ માં કામ કરવા ઈચ્છે છે. આ કારણો થી પોતાન હોમ પ્રોડક્સન ફિલ્મ…
દેશની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) એ બુધવારે INMARAST દ્વારા સેટેલાઇટ ફોન સર્વિસ ની શરૂઆત કરી દીધી છે. શરૂઆતી તબ્બકામાં આ સર્વિસ માત્ર સરકારી કર્મચારીઓને આપવામાં આવશે ત્યાર બાદ તબક્કા પ્રમાણે આ સુવિધા અન્ય લોકોને આપવામાં આવશે. આ સુવિધા થી એ એરીયા માં પણ ફોન યુઝ કરી શકાશે જ્યાં અત્યારે કોઈ પણ નેટવર્ક નથી આવતું. આ સુવિધા આંતરરાષ્ટિય મોબાઇલ સેટેલાઇટ દ્વારા આપવામાં આવશે, જે અત્યારે 14 જેટલા સેટેલાઇટ નો ઉપયોગ કરી રહ્યા છે, આ સુવિધા શરુ કરવાના મામલામાં ટેલિકોમ કંપની ના પ્રધાન મનોજ સિંન્હા એ કહ્યું કે, પહેલા તબક્કા માં આ ફોન રાજ્ય પોલીસ, બીએસએફ અને અન્ય સરકારી વિભાગ…
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ની ફિલ્મ નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. જેમાં બોલિવૂડના સહેનશા અમિતાભ બચ્ચન, બોલિવૂડ ના બાદશાહ શાહરુખ ખાન અને મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન સહીત મોટા મોટા સ્ટાર્સ જોવા મળ્યા. આ ઉપરાંત અભિષેક બચ્ચન, એશ્વરીયા રાય, ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટ ટિમ ના મોટા ભાગ ના ખિલાડીઓએ પણ હાજરી આપી હતી, જેમાં ક્રિકેટ ટિમ ના કેપ્ટાન વિરાટ કોહલી અનુશખા સાથે જોવા માંડ્યા હતા, રોહિત શર્મા, શિખર ધવન, પૂર્વ કેપ્ટાન એમ એસ ધોની અને બીજા કેટલાક ક્રિકેટરો એ પણ હાજરી આપી હતી.
NEETની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે એક જ કોમન મેરીટ લિસ્ટ બને અને દેશના તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે એ માટે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાય છે. તો પછી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર અલગ પુછાયું, ગુજરાતી માધ્યમનું પેપર અઘરું હતું. વિદ્યાર્થીઓને સમાન તકની વાતનો છેદ ઉડ્યો છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. હાઇકોર્ટ પાસે આ મામલે હસ્તક્ષેપની માંગ કરતાં આગામી 26 મેના રોજ અરજન્ટ હિયરિંગ માટે હાઇકોર્ટે અરજદારોને છૂટ આપી છે.
શહેર નજીક આવેલા નેશનલ હાઈવે નં-8 પર આવેલા જાંબુવા બ્રિજ પાસે ફરી આજે વહેલી સવારે ફરી વખત અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 10 ને ઇજા થતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું. શહેર નજીક આવેલા નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાન અને કેશોદથી નીકળેલી અને મુંબઇ અને સુરત તરફ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 2 લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ને ઇજા પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ તાતે લાઇ જવામાં આવ્યા…
લોખંડી પુરૂષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવાડિયા ખાતે સ્થાપી રહ્યાં છે ત્યારે શહેરના મુસ્લિમ યુવકે તેવી જ વિચારધારા સાથે છેલ્લા 6.5 મહિનાથી જીતોડ મહેનત કરી 1.28 લાખ દિવાસળી અને 7 કિલો ફેવીકોલનો ઉપયોગ કરી સરદાર પટેલની 6.5 ફુટ ઊંચી પ્રતિમા બનાવી છે અને કેવળીયા ખાતે આ પ્રતિમા ડીસપ્લેમાં મુકવામાં આવી તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે મહત્તવની વાતતો એ છે કે સરદાર પટેલની સાડા છ ફુટની દિવસળીથી પ્રતિમા તૈયાર કરનાક યુવક એક સામાન્ય પરિવારનો છે જે દિવસ ભર સાઇકલ રિપેરીંગનુ કામ કરી તેમાંથી જે કમાણી થતી તે રૂપિયાની બચતમાંથી તેને આ પ્રતિમા તૈયાર કરી છે. શહેરના…
વાપીમા ખાખી વર્દીનો ખૌફ ખતમ થઈ ગયો હોય, તેમ લાગી રહ્યું છે. ઔધ્યોગિક નગરી વાપીમાં સતત પાંચમા દિવસે તસ્કરોનો આતંક યથાવત રહ્યો છે. બેફામ બનેલ તસ્કરોએ આજે નેશનલ હાઇવે પર આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના તાડા તોડ્યા હતા. સાથે જ તેઓએ ગિરિરાજ હોટેલ અને એક સ્પેપાર્ટ ની દુકાનને પણ નિશાન બનાવી હતી. તો બાજુમાં આવેલ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં પણ તસ્કરો એ હાથ અજમાવ્યો હતો. છેલ્લા પાઁચ દિવસમાં એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને હંફાવતી આ તસ્કર ટોળકી આજે પણ ગીરીરાજ હોટેલના સીસી ટીવી કેમેરા મા કેદ થઈ ગઈ છે. આજે થયેલ ચોરીનો આંક પણ હજુ બહાર આવ્યો નથી. આમ વાપી…
નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્કની મીટિંગનો શુભારંભ કરતાં મજાકમાં કહ્યું કે ભારત ભલે રનિંગમાં આફ્રિકાને પહોંચી ન વળે, પણ આફ્રિકાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે લાંબા સમયગાળા સુધી ખભેથી ખભો મિલાવીને જરૂર દોડી શકશે અગામી દિવસોમાં ભારતનું એક પણ ગામ વીજળી વગરનું નહીં હોય એવી નેમ વ્યક્ત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્કની બાવનમી ઍન્યુઅલ જનરલ મીટિંગનો શુભારંભ કરાવી હળવાશમાં પણ માર્મિક રીતે કહ્યું હતું કે ભારત ભલે લૉન્ગ ડિસ્ટન્સ રનિંગમાં આફ્રિકાને પહોંચી ન વળે, પણ આફ્રિકાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે લાંબા સમયગાળા સુધી ખભેથી ખભો મિલાવીને જરૂર દોડી શકશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગઈ કાલે ઇતિહાસમાં…