સેલવાસના પીપળીયા જીઆાઈડીસીમાં આવેલ હેમિલ્ટન કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ચાર શહેરોની ફાયરબ્રિગેડ હાલ ઘટનાસ્થળે છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. આ બનાવમાં કોઈ જાનહાની સમાચાર નથી. જોકે આગને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગને કારણે કંપનીને મોટું નુકશાન થઈ શકે છે તેવી માહિતી મળી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી.સેલવાસ નજીક પીપળીયા જીઆઈડીસીમાં આવેલ હેમિલ્ટન નામની થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ફેક્ટરીના બિલ્ડિંગના ત્રણેય માળમાં આગ પ્રસરતા આગની જ્વાળાઓ ઉંચે સુધી જોવા મળી હતી. આગ એટલી…
કવિ: SATYA DESK
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકાર ગમે ત્યારે ભથ્થા અંગેના સારા સમાચાર સંભળાવી શકે છે. મળતા અહેવાલો મુજબ સચિવોની એક ઉચ્ચકક્ષાની સમિતિ આજે ભથ્થાને લઇને એક બેઠક યોજી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થાને લઇને અશોક લવાસાના વડપણમાં બનેલી સમિતિ ૭મા વેતનપંચ ઉપર પોતાના સમીક્ષા રિપોર્ટને એક મહિના પહેલા જ અરૂણ જેટલીને સોંપી ચુકેલ છે. આજની બેઠકની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આજે સચિવોની સમિતિની બેઠક યોજાઇ શકે છે. કેબીનેટ સચિવ પી.કે.સિંહા, ગૃહ મંત્રાલય, કાર્મીક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રેલ્વેના અધિકારી આ બેઠકમાં ભાગ લઇ શકે છે. આ બેઠકમાં સંશોધિત ભથ્થા પર એરીયર્સ અને બેઝીક વેતનમાં વધારો એમ બે મુખ્ય…
રાજય સરકારના મહત્ત્વકાંક્ષી ફી નિયમન કાયદાને એક પછી એક શાળાઓ હાઇકોર્ટ સમક્ષ પડકાર ફેંકી રહી છે. જેથી આ મામલે સરકાર વર્સિસ શાળાઓ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે રાજયભરની ૯૦થી વધુ શાળાઓ હજુ સુધી સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ કરી ચુકી છે. જેમાં રાજય સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને સાથે સાથે આ શાળાઓને ફી માટેના પ્રસ્તાવની મુદત વધારીને ૧૫મી જૂન સુધીની પણ કરી આપવામાં આવી છે. સોમવારે પણ અમદાવાદ, સુરત અને મુંદ્રાની શાળાઓએ હાઇકોર્ટમાં રિટ કરીને સરકારના નિર્ણયને પડકાર્યો હતો. હાઇકોર્ટમાં હજુ બે અઠવાડિયા વેકેશન બેચ ચાલવાની છે, જે દરમિયાન નવી શાળાઓ અરજી કરી શકે…
ભારતીય આર્મીએ કાશ્મીરમાં પાકિસ્તાની ઘુસણખોરી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ચેક પોસ્ટને નષ્ટ કરી છે અને તેનો વીડિયો પણ જારી કર્યો છે. ભારતીય આર્મીના મેનજર જનરલ અશોક નરુલાએ મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ કે આતંકવાદીઓની ઘુસણખોરી રોકવા માટે આ કાર્યવાહી કરાઇ છે. પાકિસ્તાની લશ્કરે પોતાની ચોકીઓ અને બંકરોની મદદથી આતંકવાદીઓને સહાય કરે છે. જે ચોકીઓને ભારતે નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહીનો વીડિયો પણ બનાવાયો છે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહે હંમેશા પોતાના ડિવોર્સના વિષયમાં કોઈ વાત કરી નથી. બંનેના ડિવોર્સ ૧૦ વર્ષ પહેલા થઈગયા હતા પરંતુ આ વિષયમાં બંનેએ હંમેશા ચુપ્પી સાધી અને એક-બીજાના વિષયમાં કંઈ ખોટું કહ્યું નથી. પરંતુ હાલમાં સૈફ અલી ખાનના વર્ષ ૨૦૦૫માં ટેલીગ્રાફને અપાયેલા ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યું છે જેમાં સૈફે પોતાના અંગત જીવન વિષે થોડા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ઇન્ટરવ્યુમાં સૈફે પોતાના અને અમૃતાના સંબંધો વિષે વાત કરતા કહ્યું હતું, “તમને બહુ ખરાબ લાગે છે જયારે તમને વારંવાર અહેસાસ કરાવવામાં આવે કે આપ બેકાર છો, દર વખતે તમારી મા અને બહેનને ગાળો આપવામાં આવે. હું…
તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ મંગળવારે કહ્યું કે અમારા સમાજમાં મોજુદ સામંતી વ્યવસ્થાને લીધે જાતિના નામ ઉપર સામાજિક ન્યાયનો અભાવ રહ્યો અને આની ધર્મ સાથે કોઈ લેણદેણ નથી. પોતાને પ્રાચીન ભારતીય મુલ્યો અને જ્ઞાનના દૂત જણાવતા દલાઈ લામાએ કહ્યું, “ભારત ગુરુ છે અને અમે ચેલા છીએ. અમે વિશ્વસનીય ચેલા છીએ કેમકે અમે આપના પ્રાચીન જ્ઞાનનો સંચય કરીને રાખ્યો છે.” દલાઈ લામાએ અહિયાં ‘સામાજિક ન્યાય અને ડૉ. બી. આર. આંબેડકર’ વિષય ઉપર રાજ્યસ્તરીય સેમિનારને સંબોધિત અકર્તા કહ્યું, “હું પોતાને ભારતનો સપૂત પણ મનુ છું કેમ્લકે મારા મસ્તિષ્કની દરેક કોશિકા પ્રાચીન ભારતીય જ્ઞાનથી ભરેલી છે અને મારું શરીર ભારતીય દાળ અને ભાતથી…
સુરતના ચંદનચોર વિરપ્પન પોલીસને બરાબર મથાવી રહ્યા છે. છ વર્ષ પૂર્વે બે વખત ચંદનનાં વૃક્ષોની ચોરી કરી ગયેલાઓ સુધી છ વર્ષ પછી પણ પોલીસ પહોંચી શકી નથી ત્યાં સોમવારે રાત્રે ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષો કોઈ વિરપ્પનો ચોરી ગયા છે. જેની ફરિયાદ નોંધી અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં મક્કાઈ પુલ નજીક ગાંધીબાગ અને પક્ષીઘરમાં ચંદનના વૃક્ષો છે. જેની રખેવાળી માટે સુરત મહાનગરપાલિકા તરફથી વોચમેનની સુવિધા રાખવામાં આવી છે પણ ગુનો બને ત્યારે વોચમેન કોણ જાણે કામમાં આવતા નથી. આ વખતે સોમવારે રાત્રે તસ્કરો ચંદનનાં બે વૃક્ષો ચોરી ગયા તે વખતે ત્યાં હાજર ચોકીદારને ચક્કર આવી ગયા હોવાથી તે બાંકડા…
આમ તો અભ્યાસ બ્રિટીશરો પર થયો છે, પરંતુ મુંબઇગરાઓએ પણ વાતને ગંભીરતાથી લેવી પડે એમ છે. ઓફીસ આવવા-જવા માટે લાંબા કલાકોનું કમ્યુટિંગ માત્ર સમયનો જ વ્યય કરે છે એવું નથી, પરંતુ એ માનસિક સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકે છે. અભ્યાસુઓએ ૩૪,૦૦૦ એડલ્ટસનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે જે લોકોની ઓફીસ ઘરથી રોજ એક કલાકના અંતરે આવેલી હોય છે એવા ૩૩ ટકા લોકો ડીપ્રેસ્ડ હતાં. ટ્રેન, બસ કે અન્ય પબ્લીક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલિંગ કરવાનું હોય કે પોતાની કારમાં, કમ્યુટિંગના કલાકો વધવાથી તમામ લોકોના માનસીક સ્વાસ્થ્ય પર એક સરખી અસર થાય છે. લાંબા ટ્રાવેલિંગને કારણે જે લોકોને સાત કલાકની પૂરતી ઊંઘ નથી મળતી એવા લોકોમાં માનસીક અસ્વસ્થતાની સંભાવના ૪૬…
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની 4જી મોબાઈલ સેવા યોજના પ્રાઈમને કારણે તેના કનેક્શનની માગમાં કોઈ ઉછાળો આવ્યો નથી. જોકે, જૂની કંપનીઓને લાભ થયો છે. યૂબીએસ સિક્યોરિટીઝ એશિયાએ ટેલીકોમ નિયામક ટ્રાઈના માસિક ગ્રાહક અહેવાલના આધારે આ વાત કહી છે. યૂબીએસે પોતાના અહેવાલમાં કહ્યું, માર્ચના આંકડા જણાવે છે કે જૂની કંપનીઓનો લાભ થયો છે પરંતુ જિઓ પ્રાઈમમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નથી.યૂબીએસએ કહ્યું કે, અમે અચંભીત છીએ કે માર્ચથી માગમાં તેજી મંદ પડી છે જ્યારે એ જ સમયમાં જિઓ પ્રાઈમ ઓફર રજૂ કરવામાં આવી હતી. જિઓ પેમેન્ટ આધારિત સેવાનો પ્રથમ મહિનો એપ્રિલ હતો. જિઓની પ્રાઇમ સેવા 309 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે.…
નવી દિલ્હીઃ પેટીએમ (Paytm) આજે પોતાની પેમેન્ટ બેંક લોન્ચ કરવા જઈ રહી છે. પેટીએમ દેશની સૌથી મોટી ઈ-વોલેટ ઉપલબ્દ કરાવતી કંપની છે. આ બેંકમાં જમા રકમ પર આપવામાં આવતા વ્યાજ વિશે જણાવતા પેટીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેના પર વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળશે.સાથે જ મિનિમમ બેલન્સને લઈને કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. તેનો અર્થ એ થયો કે બેલેન્સ ઝીરો પણ હશે તો પણ કોઈ પેનલ્ટી કે ચાર્જ નહીં લાગે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમનો ઉદ્દેશ આ બેંક મારફતે આવતા ત્રણ વર્ષમાં 500 મિલિયન ઉપભોક્તાઓને જોડવાનો છે. ઓનલાઈન લેવડ દેવડ પર કોઈ ફી નહીં લાગે.…